માછીમાર પરિવારોનું જીવનધોરણ ઊંચું લાવવા માટેનો નવતર પ્રયાસ

અદાણી ફાઉન્ડેશન અને અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે તાજેતરના મુંદ્રા ખાતે માછીમાર યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ પોગ્રામનું ઉદઘાટન કરાયું હતું. અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રાના વિવધ ગામોમાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરીને માછીમાર પરિવારોનું જીવન ધોરણ ઊંચું લાવ્યા બાદ હવે માછીમાર યુવાનોના સ્કિલ ડેવલપમેન્ટ પોગ્રામ શરૂ કરાયો છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રા ખાતે માછીમાર સ્કિલ ડેવલપમેન્ટ પોગ્રામ શરૂ કરાતા અદાણી ફાઉન્ડેશનની પહેલને માછીમાર આગેવાનોથી લઈ સામાન્ય માછીમાર પરિવારોએ બિરદાવી રહ્યાં છે. પ્રથમ બેચમાં 51 યુવાનોને તાલીમ આપી પગભર કરવાની દિશામાં આગળ વધારવામાં આવ્યા છે.

અદાણી ફાઉન્ડેશનના માછીમાર સ્કિલ ડેવલપમેન્ટ પોગ્રામના ઉદઘાટન પ્રસંગમાં સેખડીયાના કાસમભાઈએ જણાવ્યું હતું કે, ” અદાણી ફાઉન્ડેશન દ્વારા જે તાલીમ રાખવામાં આવી છે. આખી ટીમને અભિનંદન આપીએ છીએ. માછીમાર પરિવારોની આટલી ચિંતા કરીને તેમના હિત માટે જે તાલીમ ગોઠવી છે. આ કાર્યક્રમ ખૂબ સારો છે. આ એક કોર્સ પૂરો થાય એટલે યુવાનો માટે બીજો કોર્સ શરૂ કરાય તેવી રજુઆત છે.”

નવીનાલ ગામના આગેવાન કરીમભાઈએ જણાવ્યું હતું કે, ” અદાણી ફાઉન્ડેશન દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, આ પ્રકારની તાલીમ આપી માછીમાર સમાજને ઉપર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. આ પ્રકારના કાર્યક્રમ કરવા જોઈએ.”

માછીમાર સમાજનો સુર : અદાણી ફાઉન્ડેશનની કામગીરી બિરદાવવા જેવી

અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદ્રા દરિયા કિનારે આવેલા વિવિધ ગામોમાં માછીમાર સમાજના પરિવારો માટે શુદ્ધ પીવાનું પાણી, પાકા મકાન, સ્કૂલ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા શિક્ષણની સુવિધાઓ ઉભી કરતા અને બાળકોને અભ્યાસ માટે આર્થિક મદદ કરતા 13 વર્ષમાં બાળકોનો એનરોલમેન્ટ રેટ 50 ટકાથી વધી 100 ટકા થઈ ચૂકયો છે. 249 પરિવારોને પાકા મકાન બનાવી આપ્યા છે. 2310 માછીમારોને તેમને ઉપયોગી વિવિધ સાધનો પુરા પાડવામાં આવ્યા છે. 546 પરિવારોને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટેની વિતરણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. 430 પરિવારોને સોલાર પેનલ થકી વીજળી ઘર સુધી પહોંચાડવામાં આવી છે. માછીમાર પરિવારો બેસી માછલી છૂટી પાડી શકે તે માટે શેડ બંધાયો છે. મોબાઈલ હેલ્થકેર યુનિટ દ્વારા 10 હજારથી વધુ લોકોને તબીબી સેવા પૂરી પાડવામાં આવી છે.

Scroll to Top