રાજસ્થાનના બાડમેરમાં પાંચ માસ્ક પહેરેલા બદમાશોએ માત્ર 12 મિનિટમાં ATM લૂંટી લીધું હતું. ATMમાં 38 લાખ રૂપિયા હતા, આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને જિલ્લામાં ઘણી જગ્યાએ નાકાબંધી કરી હતી.
બદમાશોએ દુકાનનું શટર તોડી એટીએમ મશીન તોડીને ફરાર થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે સાંજે જ કંપનીએ એટીએમમાં લગભગ 38 લાખ રૂપિયા નાખ્યા હતા. સવારે જ્યારે ગાર્ડ પરત આવ્યો ત્યારે તેણે જોયું કે શટર તૂટેલું હતું. ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. નગાણા પોલીસ સ્ટેશને ઘટનાસ્થળે પહોંચીને આસપાસના સીસીટીવી ફૂટેજને સ્કેન કર્યા બાદ બદમાશોની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, 5 માસ્ક પહેરેલા બદમાશો બોલેરોમાં સવાર થઈને આવ્યા હતા. શટર તોડ્યા બાદ એટીએમના સીસીટીવી તુટી ગયા હતા. આ પછી બોલેરોના હૂકને લોખંડની સાંકળમાં બાંધીને એટીએમને ઉખાડી નાખ્યું. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બદમાશો આ જગ્યાને પહેલાથી સારી રીતે જાણતા હતા. ત્યારપછી માત્ર 12 મિનિટમાં એટીએમ ઉખડા નાંખ્યું હતું.
નગાના પોલીસ અધિકારી નરપતદાનના જણાવ્યા મુજબ એટીએમ ચોર બોલેરો કાર લઈને આવ્યા હતા. પોલીસ બેંક અને એટીએમની આસપાસના સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે અને બદમાશોની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.