ભારતમાં એવા પાંચ સ્થળ જ્યાં રામ નહીં પણ રાવણની થાય છે પૂજા, જાણો શું છે કારણ

દેશભરમાં નવરાત્રી બાદ દશમાં દિવશે દશેરો ઉજવવામાં આવે છે. આ દશેરાના અવસર પર સમગ્ર દેશમાં રાવણનું પૂતળું સળગાવવામાં આવે છે. અને ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. પરંતુ ભારતમાં એવી પણ જગ્યા છે જ્યાં ભગવાન રામ નહીં પણ રાવણની પૂજા કરવામાં આવે છે.

રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કર્નાટક અને હિમાચલ પ્રદેશમાં આવા કેટલાક સ્થળ છે જ્યાં રાવણની પૂજા કરવા પાછળનું કારણ પણ બતાવવામાં આવ્યું છે. જાણીએ ભારતના આ પાંચ સ્થળો વિષે જ્યાં રાવણની પૂજા કેમ કરવામાં આવે છે?

મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના નટેરન તાલુકાના રાવણં ગામ આવેલું છે જ્યાં રાવણ બાબાનું મંદિર છે અને ત્યાં રાવણની પૂજા કરવામાં આવે છે. આ રાવણનું મધ્યપ્રદેશમાં પ્રથમ મંદિર છે.

મધ્યપ્રદેશના જ મંદસૌર જિલ્લામમાં પણ રાવણની પૂજા કરવામાં આવે છે. મંદસૌર નગરના ખાનપુરા વિસ્તારમાં રાવણ રૂડ્ડી નામના સ્થળ પર વિશાળ મૂર્તિ છે. કથાઓ પ્રમાણે, રાવણ દશપુર(મંદસૌર)નો દામાદ હતો. રાવણની ધર્મપત્ની મંદોદરી મંદસૌરની નીવાસી હતી, મંદોદરીના કારણે દશપુરનું નામ મંદસૌર માનવામાં આવે છે.

કર્ણાટક: કોલાર જિલ્લામાં લોકો ખેતીની ઉપજ વખતે ઉજવાતા મહોત્સવ સમયે રાવણની પૂજા કરે છે આ અવસર પર જુલૂસ પણ કાઢવામાં આવે છે. અહીં લોકો રાવણની પૂજા એટલામાં માટે કરે છે કે રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. લંકેશ્વર મહોત્સવમાં ભગવાન શિવ સાથે રાવણની પ્રતિમાની જુલૂસ કાઠવામાં આવે છે. આ રાજ્યના મંડ્યા જિલ્લાના માલવલ્લી તાલુકામાં રાવણનું એક મંદીર પણ છે.

ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ શહેર કાનપુરમાં રાવણની એક ખુબ જ પ્રસિદ્ધ દશાનન મંદિર છે. કાનપુરના શિવાલા વિસ્તારના દશાનન મંદિરમાં શક્તિના પ્રતિક રૂપે રાવણની પૂજા થાય છે. કહેવામાં આવે છે કે, આ મંદિરનું નિર્માણ 1890માં કરવામાં આવ્યું હતું.

રાવણના આ મંદિરને વર્ષમાં માત્ર દશેરાના દિવસે જ ખોલવામાં આવે છે. પરંપરા પ્રમાણે, દશેરાના સવારે મંદિરના દરવાજા ખોલવામાં આવે છે. બાદમાં રાવણની પ્રતિમાંનું સાજ શ્રૃંગાર કરી પૂજા-આરતી કરવામાં આવે છે. દશેરા પર રાવણના દર્શન માટે આ મંદિરમાં ભક્તોની ભીડ લાગે છે અને સાંજે ફરી મંદિરના દરવાજા એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવે છે.

રાજસ્થાનના જોધપુર જિલ્લાના મન્દોદરી નામના વિસ્તારને રાવણ અને મન્દોદરીનું વિવાહ સ્થળ માનવામાં આવે છે. જોધપુરમાં રાવણ અને મન્દોદરીના લગ્ન સ્થળ પર આજે પણ રાવણની ચવરી નામક એક છત્તરી છે. શહેરના ચાંદપોલ વિસ્તારમાં રાવણનું મંદિર બનાવવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં શિવનગરીના નામથી પ્રખ્યાત બેજનાથ કસબો છે. જ્યાં લોકો રાવણના પૂતળાને સળગાવવું મહાપાપ માને છે.

અહીં રાવણની પૂરી શ્રદ્ધા સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે અહીં રાવણે કેટલાક વર્ષો સુધી બેજનાથમાં ભગવાન શિવની તપસ્યા કરી હતી અને મોક્ષનું વરદાન પ્રાપ્ત કર્યું હતું.

Scroll to Top