રસ્તાના ટ્રાફિકમાં નહીં આકાશમાં દેખાઈ હતી આ કાર, પાંખો ફેલાવીને હવામાં ઉડાન ભરી

Flying Taxi

શું તમે ક્યારેય ઉડતી કાર વિશે સાંભળ્યું છે? તમે તમારા સપનામાં આવું કંઈક જોયું હશે પરંતુ ખરેખર દુબઈના આકાશમાં આવું બન્યું છે. આ ઉડતી ટેક્સીને જોઈને ઘણા લોકો પોતાની આંખો પર વિશ્વાસ કરી શક્યા નહીં. તેના ટેસ્ટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

ઉડતી ટેક્સી
ચીનની કંપની એક્સપેંગે આ પરીક્ષણ કર્યું છે. આ કંપનીએ પોતાની X2 ફ્લાઈંગ કારની પહેલી ઉડાનથી બધાને ચોંકાવી દીધા છે. ઘણા લોકો માને છે કે ઓટોમોબાઈલ ક્ષેત્રે આ એક મોટી ઉપલબ્ધિ છે. તમને જણાવી દઈએ કે કંપનીએ આ ટેસ્ટ દુબઈમાં કર્યો છે. પહેલા તમે પણ જુઓ આ વાયરલ વિડીયો…

ટેક ઓફ કરતા પહેલા લોકોને આ કારમાં બેસાડવામાં આવ્યા હતા. આ ફ્લાઈંગ કારે દુબઈમાં તેનો ટેસ્ટ પાસ કર્યો અને તમામ મુસાફરોને સુરક્ષિત રાખવામાં પણ સફળ રહી. તમને જણાવી દઈએ કે આ સફળ પરીક્ષણ બાદ કારને સેવામાં લાવવામાં ઘણો સમય લાગી શકે છે. 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી આ ફ્લાઈંગ ટેક્સીમાં મુસાફરી કરવામાં થોડા વર્ષો લાગી શકે છે.

ટ્રાફિકથી છૂટકારો મેળવો
આ કારમાં બે સીટ છે અને તેમાં ઈન્ટેલિજન્સ ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ, ઓટોનોમસ ફ્લાઈટ કેપેબિલિટી, ઝીરો કાર્બન એમિશન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આનો અર્થ એવો પણ થાય છે કે આવનારા સમયમાં લોકો ટ્રાફિકની સમસ્યાથી બચી શકશે.

Scroll to Top