AstrologyLife Style

અધિક માસ દરમિયાન આ નિયમોનું કરો ખાસ પાલન 

હિંદુ ચંદ્ર માસ અનુસાર દર ત્રણ વર્ષમાં એક વાર અધિક મહિનો આવે છે. આ વખતે શ્રાવણ મહિનાના અંતર્ગત અધિક માસનો પ્રારંભ થયો છે.  શ્રાવણ મહિનો ૪ જુલાઈથી શરુ થઈને ૩૧ ઓગષ્ટ સુધી ચાલશે જ્યારે અધિક મહિનો ૧૮ જુલાઈથી શરુ થશે અને ૧૬ ઓગષ્ટે પૂર્ણ થશે તો આવો જાણીએ અધિક માસના કેટલાક નિયમો…..

– અધિક માસની કથા ભગવાન વિષ્ણુના અવતાર નૃસિંહ ભગવાન અને શ્રીકૃષ્ણ સાથે જોડાયેલ છે. આ મહિનામાં આ બંને ભગવાનનું પૂજન કરવું જોઈએ.

– અધિક માસમાં શ્રીમદ ભાગવત ગીતામાં પુરુષોત્તમ માસનું મહાત્મ્ય, શ્રીરામ કથા વાચન, વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠનું વાચન અને ગીતાના પુરષોત્તમ નામ ૧૪ માં અધ્યાયનું દરરોજ અર્થ સાથે પાઠ કરવો જોઈએ.

– જો તમે પાઠ કરી શકતા ના હોવ તો ભગવાનના ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ આ મંત્રનો દરરોજ ૧૦૮ વાર જાપ કરવો જોઈએ.

– અધિકમાસ દરમિયાન એક સમય પર જ ભોજન કરવું જોઈએ જે આધ્યાત્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે.

– આ મહિનામાં ભગવાનને દીપદાન અને ધ્વજાદાન કરવાનો ખૂબ મહિમા છે. આ મહિનામાં દાન દક્ષિણાનું કાર્ય પણ પુણ્ય ફળ આપે છે.

– અધિક માસમાં સ્નાન, પૂજન, અનુષ્ઠાન અને દાન કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે.

– અધિક માસ દરમિયાન કોઇપણ પ્રકારનું વ્યસન કરવું જોઈએ નહિ અને માંસાહારથી દૂર રહેવું જોઈએ.

– આ મહીને વસ્ત્ર, આભૂષણ, ઘર, દુકાન, વાહન વગેરેની ખરીદી કરવી જોઈએ નહિ પરંતુ વચ્ચે જો કોઈ શુભ મૂહર્ત હોય તો જ્યોતિષની સલાહ પર આભૂષણની ખરીદી કરી શકાય છે.

– અપશબ્દ, ગૃહ કલેશ, ક્રોધ, અસત્ય ભાષણ અને સમાગમ જેવા કાર્ય પણ કરવા જોઈએ નહિ.

– જો તમારી કોઈ મનોકામના અધૂરી છે અને તેને પૂર્ણ કરવા માંગો છો તો અધિકમાસ તેના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનામાં કરવામાં આવેલ યજ્ઞ અને અનુષ્ઠાન સંપૂર્ણ રીતે ફળદાયી હોય છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker