લગ્ન બન્યા યાદગાર, કોરોના સમયગાળા દરમિયાન પ્રસંગમાં આવી ન શકનાર મહેમાનો માટે ગુજરાતમાં પહેલીવાર થિયેટરમાં કરાયું સ્ક્રીનિંગ

લગ્ન એ લોકોના જીવનમાં લગભગ એકવાર આવતો અને ખુબ જ મહત્વનો પ્રસંગ ગણાય છે અને આ પ્રસંગ કુટુંબીજનો પોતાને અને મહેમાનોને હમેંશને માટે યાદ રહી જાય તેવું ઇચ્છતા હોય છે. કોરોના અને લોકડાઉનએ લોકોને ઘણું બધું શીખવી દીધું છે. આ સમયગાળા દરમિયાન અનેક સામાજિક પ્રસંગો યોજાયા. પરંતુ સરકારની ગાઈડલાઈનને અનુરૂપ મર્યાદિત કુટુંબીજનો જ હાજરી આપી શક્યા હતા. ત્યારે આ લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે ક્રિષ્ના ફોટો આર્ટ અને ગામી પરિવારે અનોખી પહેલ કરી છે.

ગુજરાતમાં પહેલીવાર લગ્નપ્રસંગને યાદગાર બનાવવા માટે ક્રિષ્ના ફોટો આર્ટે બનાવેલ લગ્નની શોર્ટ ફિલ્મ ગામી પરિવારે તમામ મહેમાનોને બોલાવી સિનેમાઘરમાં દર્શાવી હતી. લગ્નમાં આવી ન શકનાર તમામ કુટુંબીજનો અને મહેમાનો લગ્ન પ્રસંગને ડીજીટલી માણી શકે અને પ્રસંગમાં ફરીથી હાજરી આપી હોય તેવી અનુભૂતિ કરાવવાનો નવતર પ્રયાસ હાથ ધરાયો હતો.

આ લગ્ન કોરોનાસમયગાળા દરમિયાન યોજાયા હતા.લગ્નમાં આવી ન શકનાર તમામ પરિવારજનો એક તાંતણે જોડાઈ રહે તેવો પ્રયાસ કરાયો હતો. ત્યારે ક્રીષ્ના ફોટો આર્ટ અને ગામી પરિવારે સમાજમાં એક નવું દષ્ટાંત પૂરું પાડ્યું છે.

Scroll to Top