અમદાવાદમાં આ કારણોસર AMC એ બંધ કર્યા પાનના ગલ્લા અને ચાની કિટલીઓ..

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી 800 થી વધુ કેસ સામે આવી રહયા છે. અમદાવાદમાં સતત કોરોનાના કેસ AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં શહેરમાં પાન-ગલ્લા મામલે AMC નો મોટો નિર્ણય લીધો છે.

અમદાવાદમાં તેની સાથે ચા-કીટલી અને પાનના ગલ્લા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. જો કોઈ નિયમ નું ઉલ્લંઘન કરશે તો સિલિંગ કાર્યવાહી કરવામાં આવશે. કોરોના કેસ ખૂબ જ વધતા આ આકરા પગલાં લેવા જરૂરી બન્યા છે. તેમ AMC ના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે. આ સિવાય તેમને જણાવ્યું છે કે, શાકભાજી માર્કેટ મા પણ તપાસ માટે ટિમો કામગીરી કરશે. માસ્ક અને નિયમ મામલે 200 ટિમો શહેર મા કામ કરી રહી છે. AMC ના આ નિર્ણય ને પ્રજા સહકાર આપે તેવી વિનંતી પણ કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે,. ચાની દુકાનો પર ભીડ જોવા મળે છે. આ સિવાય ચાના કપ યોગ્ય રીતે સાફ થતા ન હોવાની પણ શક્યતાઓ રહેલઈ છે. એક સ્થળ ઉપર પાંચથી છ લોકો ટોળે વળીને બેઠેલા જોવા મળે છે. આ સંજોગોમાં સંક્રમણ વધુ ફેલાવવાની શક્યતાઓ રહી જાય છે જેના કારણે AMC દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો