રાજ્યમાં વધી રહેલી ગુનાખોરીઓ આપણા માટે હવે એક ચિંતાનો વિષય છે તેમા પણ હવે તો આપણે ત્યા અવનવી ગુનાખોરીઓ જોવા મળી રહી છે. અમે જે ગુના વિશે વાત કરી રહ્યા છે બનાવ સામે આવ્યો છે ગાંધીનગરમાંથી . જ્યા એક પરિણીતાને લગ્ન બાદ તેનો પતિ દુબઈ લઈને ગયો. અને ત્યા તેણે તેની સાથે બળજબરી કરીને તેને બીયર પીવડાવ્યું સાથેજ નોનવેજ પણ ખવડાવાની ફરજ પાડી.
પતિએ તેની પત્નીને દુબઈમાં ઘણો શારિરકી અને માનસીક ત્રાસ આપ્યો. અને બાદમાં તે તેને ભારત પરત નુતીને જતો રહ્યો. જેથી પીડિતાએ હાલતમાં તેના પતિ અને સાસુ સસરા સામે દહેજનો ગુનો નોંધાવ્યો છે. પરિણીતાએ 2016માં લગ્ન કર્યા હતા. અને ત્યારે બધુંજ બરાબર ચાલી રહ્યું હતું. અને તેમના લગ્નજીવનમાં પરિણીતાએ એક બાળકીને પણ જન્મ આપ્યો હતો.
પતિ પહેલા તેની પત્નીને તેની સાથે દુબઈંમાં રહેવા માટે લઈ ગયો. જ્યા થોડોક સમય તો તેણે પત્નીને ઘણા સારી રીતા રાખી. પરંતુ તેની સાસુ યુવકને દહેજ માટે દબાણ કરવા લાગ્યા. જેના કારણે તેમના વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા,
દિકરીના જન્મ પછી તેનો પતિ ઘરે આવીને ધમાલ કરતો બાદમાં તે દિકરીને બિયર પણ પિવડાવા લાગ્યો હતો. સાથેજ તેની પત્નીને પણ તે બીયર પીવડાવતો હતો. દિકરીને તે રમકડાની જગ્યાએ બીયરના ટીન રમવા આપતો. અને તેને નોનવેજ પણ ખવડાવતો હતો. પીડિતાના સાસુ સસરા જ્યારા દુબઈ ગયા ત્યારે તેમણે દેહજ મામલે ત્યા પણ તેની સાથે માથાકૂટ કરી હતી.
વાત માત્ર આટલેથી નથી આટલેથી નથી અટકતી કારણકે પરિણીતાએ તેના ભાઈ સાથે વાત કરી ત્યારે તેના સાસુ સસરાએ અને તેના પતિએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. થોડાક દિવસો રહીને કેનો પતિ તેને ભારત પરચત લઈને આવ્યું અને બાદમાં એક દિવસ સાંજ ઘરેથી બહાર નીકળી ગયો. અને પરત પાછો ન આવ્યો. સાથેજ તેણે પત્નીનો નંબર પણ બ્લોક કરી નાખ્યો.
પત્ની સમજી ગઈ હતી કે તેનો પતિ તેને છોડીને ચાલ્યો ગયો છે. અને તેની પાસે હવે બીજો કોઈ પણ રસ્તો ન રહેતા તેણે મહિલા પોલીસની મદદ લીધી. પત્નીએ તેની તપાસ આરંભી ત્યારે એવી હકિકત પણ સામે આવી કે યુવતીનો પતિ દુબઈ પરત જતો રહ્યો હતો. જેથી તેણે તેના પતિ સામે દહેજનો ગુનો નોંધાવ્યો છે. અને સમગ્ર મામલે પોલસે તેની પતિની શોધખોળ હાથ ધરી છે.