અત્યારે સમગ્ર દેશમાં જ્યારે કાશ્મીર ને લઈને લોકો ના મનમાં ખૂબ આનંદ હતો તેવામાં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની વયે નિધન થયું છે.ત્યારે સમગ્ર દેશમાં જાણે માતમ છવાઈ ગયો છે.
મંગળવાર સાજે જ તેમને દિલ્હીના AIIMSમાં દાખલ કરાયા હતા. તેમને હાર્ટ એટેક આવતા અંતિમ શ્વાસ લીધા. ભાજપના મોટા નેતાઓ એમ્સ પહોંચ્યા હતા. આ બધાની વચ્ચે પીએમ મોદીએ સુષ્મા સ્વરાજના નિધન પર દુખ વ્યકત કરતા કહ્યું હતું કે આ મારું ખાનગી નુકસાન છે.
આજે 3 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા સવારે આઠથી 10.30 વાગ્યા સુધી જંતર મંતર ખાતે આવેલા તેમના ઘરે તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.
ત્યાર બાદ 11 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી ભાજપા કાર્યાલય ખાતે તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. અપડેટ્સ માટે બની રહો અમારી સાથે.
સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ ભાવુક થઇ ગયા હતાં. સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ પહોંચ્યા હતાં.
સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીના લેફ્ટિનેંટ ગવર્નર અનિલ બૈજલ પણ આવ્યા હતા.
સુષ્માજીના નિધન પર અડવાણી પણ ભાવુક થયાં અને બોલ્યા કે હું નજીકના સહયોગીના મોતથી વ્યથિત છું. યોગગુરૂ બાબા રામદેવે દિવંગત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી.રૂસના વિદેશ મંત્રાલયે સુષમા સ્વરાજના નિધન પર દુ:ખ વ્યકત કર્યું હતું.
અભિનેત્રી અને મથુરાથી ભાજપ સાંસદ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘરે પહોંચ્યા હતા.દિલ્હીના સીએમ કેજરીવાલે પોતે સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યકત કર્યો હતો.
કેરળના પૂર્વ સીએમ ઓમન ચાંડી દિવંગત પૂર્વ વિદેશ મંત્રી પણ સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા સુષ્મા સ્વરાજ ના નિધન થી દેશ માં જાણે આભ તૂટી પડ્યું હોઈ તેવી સ્થિતિ સર્જાઈ ગઇ છે.
સુષ્મા સ્વરાજ એક કડક અને પોતાની છાપ છોડવા માં માહિર રાજકારણીય હતા દેશ-દુનિયાના નેતાઓએ પણ આપી સુષ્માને શ્રદ્ધાંજલિ.
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે દુખ વ્યક્ત કર્યું કહ્યું અમારી સુષ્મા દીદી અમને બધાને છોડીને જતા રહ્યા.
અસ્વસ્થ હોવા છતાંય પણ વિદિશા સહિતના રાજ્યની પ્રજાની સેવા કરતાં રહ્યા.પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું નિધન, સાંજે 4 વાગ્યે અંતિમ સંસ્કાર.સુષમા સ્વરાજ 67 વર્ષના હતા, ગત મોદી સરકારમાં તેઓ વિદેશ મંત્રી રહ્યા હતા.
સુષમા સ્વરાજે ત્રણ કલાક પહેલા જ આર્ટિકલ 370 હટ્યા પર ટ્વિટ કર્યું હતું. 67 વર્ષીય સુષમા સ્વરાજ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રીના પદ પર રહ્યા હતા.
સુષમા સ્વરાજ વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદ કરવા માટે અને ભારત આવવાનો પ્રયત્ન કરી રહેલા વિદેશીઓની મદદ કરીને સતત ચર્ચામાં રહેતા હતા.
મોદી સરકારના આક્રમક મંત્રીઓમાંથી એક ગણાતા સુષમા સ્વરાજે ઘણી વખત આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદના મુદ્દે પાકિસ્તાને આડે હાથે લીધું હતું.
તેઓ ની વાણી માં એક છટા હતી જે અન્ય કોઈ માં નહતી. કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા.
સુષમા સ્વરાજ.સુષમા સ્વરાજના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું.
તેમણે ટ્વિટ કર્યું હતું કે ભારતીય રાજનીતિમાં એક શાનદાર અધ્યાય સમાપ્ત થઈ ગયો. તેમણે પોતાનું જીવન સાર્વજનિક સેવા અને ગરીબોના જીવનને સમર્પિત કર્યું.
સુષમા સ્વરાજ જી કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા.સુષ્મા સ્વરાજ અટલ બિહારી વાજપેયી સરકારમાં પણ મંત્રી રહ્યા હતા.
આ વખતે ખરાબ સ્વાસ્થ્યના કારણે તે લોકસભા ચૂંટણી લડ્યા ન હતા.સુષમા સ્વરાજને હાર્ટ એટેક આવતા દિલ્હી સ્થિત AIIMSમાં દાખલ કરાયા હતા.67 વર્ષનાં સુષમાએ થોડા વર્ષ અગાઉ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.
સુષમા સ્વરાજના દુઃખદ અવસાનને કારણે સંકલ્પથી સિદ્ધિ તરફ કાર્યક્રમની ઉજવણી મુલત્વી.સુષ્મા જી નું અવસાન સમગ્ર દેશ માટે માઠા સમાચાર છે.
અંતિમ વખતે સુષ્માજી એ આવું કયું હતું નરેન્દ્ર મોદી ને મંગળવારે રાત્રે પોણા 10 વાગે તેમની તબિયત બગડતા એઇમ્સ ઈમરજન્સી વૉર્ડમાં ખસેડાયા હતા. પાંચ ડૉક્ટરોની ટીમે તેમની સારવાર શરૂ કરી હતી.
એઈમ્સમાં દાખલ થયા પહેલા આશરે ત્રણ કલાક પહેલા તેમણે કલમ 370 અંગે ટ્વિટ કરી હતી કે પ્રધાનમંત્રીજી, તમને હાર્દિક અભિનંદન.
હું જીવનમાં આ જ દિવસની રાહ જોતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને નીતીન ગડકરી, હર્ષવર્ધન સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ મોડી રાત્રે એઈમ્સ પહોંચી ગયા હતા.
આશરે એક વર્ષ પહેલા તેમણે એઈમ્સમાં કિડનીનું પ્રત્યારોપણ કરાવ્યું હતું. ત્યાર પછી તેમણે આરોગ્યના કારણસર ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો.
આજે બપોરે લોધી રોડ સ્મશાન ગૃહ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સુષમા સ્વરાજનાપાર્થિવદેહનીઅંતિમવિધિ કરવામાં આવશે.સુષ્મા સ્વરાજના નિધનથી તમામ નેતા જાણે સ્તબ્ધ થઈ ગયાં છે
સુષ્મા જી દિલ્હીના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કર્યું હતું કે, હું ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનથી સ્તબ્ધ છું.
સુષ્મા સ્વરાજને ભાજપના નેતાઓ સહિત, વડાપ્રધાન, મંત્રીઓ, રાહુલ ગાંધી સહિત વિરોધ પક્ષના નેતાઓ તથા વિવિધ દેશોના નેતાઓએ શ્રદ્ધાંજલી આપી છે.
સુષ્માજી બધા માટે પ્રેરણાદાઈ વ્યક્તિ સાબિત થાય છે તેઓ નો આજે બપોરે અંતિમ સંસ્કાર કરાશે.જે.પી. નડ્ડાના જણાવ્યા અનુસાર 67 વર્ષના સુષ્મા સ્વરાજને રાત્રે 9 વાગ્યે મુંજવણ અનુભવાઇ હતી અને એમ્બ્યુલન્સમાં 9:30 હોસ્પિટલ ખસેડાયા હતા.
ડોક્ટર્સની ટીમ દ્વારા 70 થી 80 મિનિટ સુધી તેમને બચાવવાનો પ્રયાસ કરાયો હતો. જો કે સુષ્મા સ્વરાજે રાત્રે 10: 50 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.જે.પી. નડ્ડાએ જણાવ્યું કે, આજે બુધવારે સુષ્મા સ્વરાજના પાર્થવ દેહને ભાજપ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
જ્યાર બાદ બપોરે 3 વાગ્યે લોધી રોડ સ્મશાન ગૃહ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે.
સુષ્માજી પર સમગ્ર દેશ ને ગર્વ હતો અને આવા ગૌરવશાળી વ્યક્તિ આજે આપણાં વચ્ચે નથી તેવાત માનવ મજ નથી આવતી.
પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના દુઃખદ અવસાનને કારણે રાજ્ય સરકારના 3 વર્ષ સંકલ્પથી સિદ્ધિ તરફ અગ્રેસર કાર્યક્રમની ઉજવણી મુલત્વી રાખવામાં આવી છે.