બોલીવુડ અભિનેતા જેકી ભગનાની સામે કરવામાં આવી દુષ્કર્મ અને છેડતી અંગે FIR

બોલીવુડમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જો કે બોલીવુડમાં ગમે ત્યારે ગમે તે થઇ શકે છે, ત્યારે આજે મુંબઇમાં 9 હાઇપ્રોફાઇલ લોકો વિરુદ્ધ રેપ અને મોલેસ્ટેશનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે મુંબઈ જેવી માયાનગરીમાં હિરોઈન બનાવવાના નામ પર કેટલીય છોકરીઓ અને મોડેલ સાથે કુકર્મ થતા હોય છે. અવાર નવાર આવા કિસ્સા પોલીસ ચોપડે ચડતા હોય છે. આજે પણ આવો જ એક મામલો હાલ સામે આવ્યો છે. જેમાં મુંબઈમાં 9 હાઈપ્રોફાઈલ લોકો વિરુદ્ધ બળાત્કાર અને છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે.

ત્યારે આજે મુંબઇની જ એક મોડેલે બોલીવુડના ફેમસ ફોટોગ્રાફર અને એક્ટર જેકી ભગનાની સાથે અન્ય અનેક લોકો પર છેડતી અને રેપનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં ફોટોગ્રાફર કોલસ્ટન જ્યુલિયન વિરુદ્ધ પણ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. મહત્વનું છે કે આ મૉડલે ફોટોગ્રાફરની સાથે સાથે એક્ટર જેકી ભગનાની પર પણ આરોપ લગાવ્યો છે. નિખિલ કામત, શીલ ગુપ્તા, અજીત ઠાકુર, ગુરુજ્યોત સિંહ, કૃષ્ણ કુમાર, વિષ્ણુ વર્ધાન ઇંદુરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને તમામ વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. જે મોડેલનું કહેવું છે કે કોલસ્ટન જ્યુલિયને મોડેલિંગમાં ચાન્સ અપાવવાના નામે વર્ષ 2014થી 2018 દરમિયાન તેના પર બળાત્કાર ગુજાર્યો.

મોડેલનો આરોપ છે કે અભિનેતા જેકી ભગનાનીએ બાન્દ્રામાં તેની સાથે છેડતી કરી હતી, નિખિલ કામતે સાન્તાક્રુઝની ફાઈવ સ્ટાર હોટલમાં, શીલ ગુપ્તાએ 2015 માં અંધેરીની એક બિલ્ડિંગમાં તેની છેડતી કરી હતી. વળી, મોડેલનો આરોપ છે કે, અજિત ઠાકુરે વર્ષ 2018માં વિલે પાર્લેની એક બિલ્ડિંગમાં તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. મોડેલની ફરિયાદ બાદ તમામ આરોપીઓ સામે આઈપીસીની કલમ 378 (એન), 354 અને 34 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Scroll to Top