પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કોરોનાની ઝપેટમાં, રસીના બંને ડોઝ લીધા પછી તેમનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ…

દેશમાં ચારેય બાજુ જ્યા જોઈએ ત્યા કોરોનાએ પોતાનો કહેર વર્તાવ્યો છે ત્યારે આવા સમયે આપણા પૂર્વ વડાપ્રધામ ડૉ મનમોહન સિંહ પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે જેના કારણે લોકોમાં હવે ચિંતાનો માહોલ ફેલાયો છે 88 વર્ષીય પૂર્વ વડાપ્રધાનને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને હાલ તેઓ કોરોના સામે લડાઈ લડી રહ્યા છે.

આપને જાણીને નવાઈ લાગશે કે તેમણ વેક્સિન લીધી હતી જેમા તેમણે 3 માર્ચના રોજ પહેલો ડોઝ લીધો હતો બાદમાં તેમણે 4 એપ્રિલના રોજ બીજો ડોઝ લીધો હતો બીજો ડોઝ લીધે પણ તેમને 2 સપ્તાહનો સમય પૂરો થઈ ગયો હતો તેમ છતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો જોકે વેક્સિન તેમણે લીધી છે જેથી તેની અસર પણ તેમને જલ્દીધી સાજા કરી કાઢશે.

જોકે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો તેના ગણતરીના કલાકો પહેલા મનમોહનસિંહે વડાપ્રધાન મરેન્દ્ર મોદીને 5 સૂચનો આપ્યા હતા તેમણે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો જેમા તેમણે યુરોપ અને અમેરિકાની વેક્સિનને ભારતમાં વગર કોઈ ટ્રાયલે લાવવા માટે કહ્યું હતું કારણકે આં કરવાથી ભારતમાં ઝડપથી વેક્સિનેશન વધી શકે.

સાથેજ તેમણે એવી સલાહ પણ આપી હતી કે વિદેશી કંપનીઓ પાસેથી જે વેક્સિન લેવામાં આવે તેનો ઓર્ડર એડવાન્સમાં આપી દેવામાં આવે. જેથી સમયસર આપણાને વેક્સિન મળી રહે આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે ફ્રન્ટલાઈન વર્કરની સંખ્યામાં વધારો કરવામાં આવે. જેથી કરીને તેમને વેક્સિન આફવાથી વેક્સિનેશન ઝડપથી આગળ વધશે.

આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાને કેન્દ્ર સરકાને એવી પણ સલાહ આપી હતી કે ભારત વેક્સિનનું ઉત્પાદન કરતો સૌથી મોટો દેશ છે જેથી ભારતમાં હાલ જે પણ કંપનીઓ વેક્સિન બનાવી રહી છે તેના ઉત્પાદકોને સરકારે રાહત આપવી જોઈએ જેથી તેઓ પણ બને તેટલી ઝડપથી વેક્સિનેનું ઉત્પાદન કરે આવું કરવાથી લોકો સુધી વેક્સિન ઝડપથી પહોચી રહેશે સાથેજ વેક્સિનેશન પણ ઝડપથી આગળ વધશે.

ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્થ્તિનીને અનુલક્ષીને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકારને એવી અપીલ કરી હતી  કે 10 જેટલો વેક્સિનની જથ્થો ઈમર્જન્સી તરીકે યુઝ કરવામાં આવે આવું કરવાથી વેક્સિનની સપ્લાઈ વધશે અને લોકો સુધી તેનો જથ્થો ઝડપથી પહોચી રહેશે. કારણેકે સંક્રમણને અટકાવા માટે હાલ વેક્સિનજ એક માત્ર ઈલાજ છે.

Scroll to Top