બે દિવસથી ગુમ થયેલા ચાર યુવાનોની કાર મેંદરડા નજીક નદીમાંથી મળી, ચારેયના મોત

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ગોધરા તાલુકાના રામપુર ગામનાં પીનાકી પટેલ, મોલીંગ પટેલ, મોહીત પટેલ, અને જીગર પટેલ 7 ડિસેમ્બરનાં ઘરેથી નિકળ્યાં હતાં. અને સૌરાષ્ટ્ર તરફ આવ્યાં હતાં. વિરપુર દર્શન કરી કાર નં.GJ-17-BH-6029 લઇ જૂનાગઢ તરફ આવ્યાં હતાં.

જૂનાગઢથી આગળ મેંદરડા તરફ જવા નીકળ્યાં હતાં. જો કે ચારેય યુવાન ગુમ થઇ ગયા હતાં. આ અંગે પોલીસને જાણ કરાઇ હતી. તેમનું છેલ્લું લોકેશન મેંદરડા રોડ પર આવ્યું હતું. જેને લઇ જૂનાગઢ – મેંદરડા અને આસપાસનાં જંગલ વિસ્તારમાં તેની તપાસ શરૂ કરી હતી.

આ દરમિયાન મોડી રાત્રે મેંદરડાનાં ખડપીપળી અને નવાગામ વચ્ચે પુલ નીચે ગાડી હોવાનું જણાયું હતું. જેના પગલે જૂનાગઢ ફાયરની ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. મોડી રાત્રે બે યુવાનોનાં મૃતદેહ બહાર નીકળ્યાં હતાં. બાદમાં ઓઝત નદી કે જ્યાં કાર ખાબકી હતી ત્યાંથી બીજા બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે કારને કાઢવા માટે ક્રેઇનની મદદ લેવાનું શરૂ કર્યુ છે. આ ઘટનાને પગલે ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, વંથલી પીએસઆઇ ચૌહાણ તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

ચારેય વીરપુર મંદીરે દર્શન કરવા નીકળ્યા હતા

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરા તાલુકાના રામપુર ગામના પટેલ સમાજના ચાર યુવાનો પીનાકીન પટેલ, મૌલીન પટેલ, મોહતી પટેલ અને જીગર પટેલ રવિવારની રાત્રે ઇક્કો ગાડી લઇને વીરપુર મંદીરે દર્શન કરવા નીકળ્યા હતા. ચારેય દોસ્તો ઇક્કો ગાડીમાં બેસીને પીનાકીન પટેલ ગાડી ચલાવીને સવારે ચાર વાગ્યાની આસપાસ જૂનાગઢ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુર પહોચીને મંદિરે દર્શન કર્યા હતા.

જૂનાગઢ પોલીસે યુવાનોની શોધખોળ આરંભી હતી

4.20 મોબાઇલ દ્વારા ધરે દર્શન કર્યા હોવાનું જણાવીને સોમનાય મંદિરે દર્શન કરવા જઇએ છીએ તેમ કહ્યું હતું. ચાર યુવાનો ઇક્કો ગાડીમાં બેસીને સોમનાય જવા નીકળતાં જૂનાગઢ પાસેના મેંદરડા પાસેથી ચાર યુવાનો કયાંક ગુમ થયા હતા.

ધરે પરિવાજનોએ ફોન કરતાં ચારેયના મોબાઇલ સ્વીચ ઓફ આવતાં તેઓને શંકા જતાં તપાસ હાથ ધરી હતી. પણ તેઓની કોઇ સધડ ન મળતાં પરિવાર જનો અને સંગાસંબધીઓ મારતી ગાડીએ જૂનાગઢ પહોચ્યા હતા. જૂનાગઢ પોલીસ મથકમાં ગુમ થયાની ફરીયાદ નોધાતાં જૂનાગઢ પોલીસે શોધખોળ આરંભી હતી. સોશિયલ મીડિયામાં પંચમહાલ જિલ્લાના રામપુર ગામના પાટીદાર સમાજના ચાર યુવાનો ગુમ થયાનું વાયરલ કર્યું હતુ઼ં. જેથી કોઇને પત્તો મળે તો તેઓના સંગાને જાણ કરે તેવી આજીજી કરવામાં આવી હતી.

જંગલોમાં તપાસ હાથ ધરી હતી

જૂનાગઢના મેંદરડા પાસેથી તેઓના મોબાઇલના લાસ્ટ લોકેશન મળ્યા હતા. જેથી ચાર યુવાનના પરિવાર જણો તથા સંગા સંબંધીઓ ગાડી લઇને જૂનાગઢ પહોચ્યા હતા. તેઓએ જૂનાગઢ ના જંગલો તથા આસપાસના રસ્તાઓ, નદી નાળાઓમાં તપાસ હાથ ધરી હતી. પણ ચાર યુવાનના કોઇ સધડ મળ્યા ન હતા.

6 વાગે તમામના મોબાઇલ વારા ફરતી બંધ થયા

જૂનાગઢ પોલીસ સાથે જૂનાગઢના આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. તેઓના રવિવારે 6 વાગ્યા બાદ તમામ મોબાઇલ વારા ફરતી બંધ થયા હતા. જંગલો તથા આસપાસના તમામ રસ્તાઓ પર શોધખોળ કરી હતી. તોય તેઓના અને ગાડીના કોઇ પત્તો મળ્યો નથી.

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here