કન્નડ ઇન્ડસ્ટ્રી માટે 29 ઓક્ટોબરની દિવસ ખૂબ જ દુઃખદ રહ્યો હતો કેમકે 29 ઓક્ટોબરના રોજ કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારનું નિધન થઈ ગયું હતું. જ્યારે હવે તેમને લઈને એક સમાચાર સામે આવ્યા છે. પુનિતના પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. પુનિતની આંખો નારાયણ નેત્રાલય આઇ હોસ્પિટલમાં દાન કરાઈ હતી. પુનિતના પિતા રાજકુમાર દ્વારા પણ ચક્ષુદાન કરવામાં આવ્યું હતું.
નારાયણ નેત્રાલયના અધ્યક્ષ ડો. ભુજંગ શેટ્ટી દ્વારા આ અંગે કહેવામાં આવ્યું છે કે, તેમણે કોર્નિયાને અલગ કર્યા હતા. જ્યારે એક આંખમાંથી બે લોકોને આંખોની રોશની મળી હતી. આ રીતે બે આંખોમાંથી ચાર લોકોને નેત્રદાન પ્રાપ્ત થયું હતું, જેમાં એક મહિલા તથા ત્રણ પુરુષ સામેલ છે.
કન્નડ અભિનેતા ચેતને પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, જ્યારે તે હોસ્પિટલમાં અપ્પુ ના અંતિમ દર્શન માટે ગયા ત્યારે ડોક્ટર્સની ટીમે તેના નિધનના 6 કલાકની અંદર જ ઓપરેશન કરીને આંખો કાઢી લીધી હતી. અપ્પુએ પિતાની જેમ જ આંખો દાન કરી હતી. તેની યાદમાં બધાએ નેત્રદાન કરવાના શપથ લેવા જોઈએ. તે પણ તેની આંખોનું દાન જરૂર જ કરશે.
જ્યારે લોકપ્રિય સુપરસ્ટાર પુનિત રાજકુમારને વર્કઆઉટ દરમિયાન શુક્રવાર 29 ઓક્ટોબરના રોજ હાર્ટ-અટેક આવ્યો હતો જેના કારણે 46 વર્ષીય પુનિત રાજકુમારને બેંગલુરુની વિક્રમ હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમ છતાં ડોક્ટર્સ તેને બચાવી શક્યા નહોતા. પુનિત રાજકુમાર એક્સર્સાઇઝ કરતા-કરતા પડી ગયા હતા.
પુનિત રાજકુમાર દ્વારા કોરોનાકાળમાં મુખ્યમંત્રી રિલીફ ફંડમાં 50 લાખ રૂપિયા ડોનેટ કરવામાં આવ્યા હતા. પુનિત દ્વારા 45 સ્કૂલ, 26 અનાથાશ્રમો, 16 વૃદ્ધાશ્રમો, 19 ગૌશાળા તથા 1800 અનાથ બાળકીઓની હાયર એજ્યુકેશનની જવાબદારી ઉઠાવવામાં આવી હતી.
પુનિત કન્નડના સુપરસ્ટાર ડો. રાજકુમાર તથા પર્વતમ્માના પાંચ સંતાનોમાંથી સૌથી નાના હતો. પરિવારમાં પત્ની અશ્વિની રેવંત, દીકરી ધૃતિ તથા વંદિતા રહેલી છે. બે ભાઈઓ રાઘવેન્દ્ર શિવ તથા બહેનો લક્ષ્મી તથા પૂર્ણિમા રહેલા છે.
જ્યારે પુનીતના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો 2002 થી તે ચાહકોમાં અપ્પુના નામથી લોકપ્રિય થઈ ગયા હતા. ચાહકોએ તેમને આ નામ આપ્યું હતું. જ્યારે તેમણે ‘અભી’, ‘વીરા કન્નડિગા’, ‘અજય’, ‘અરાસુ’, ‘રામ’, ‘હુડુગારુ’ તથા ‘અનજની પુત્ર’ જેવી ફિલ્મમાં અભિનય કર્યો છે. પુનીત છેલ્લે ‘યુવારત્ના’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ આ વર્ષે જ રિલીઝ થઈ હતી.