આસમાનને આંબી રહેલી મોંઘવારી વચ્ચે લીંબુના વધતા ભાવે સામાન્ય માણસનો સ્વાદ ખાટ્ટો કરી દીધો છે. લીંબુના ભાવમાં વધારાની સ્થિતિ એ છે કે દેશના ઘણા ભાગોમાં તે 400 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગયો છે. ઘણી જગ્યાએ માત્ર એક લીંબુ 10 થી 15 રૂપિયામાં મળે છે. આવી સ્થિતિમાં હવે લગ્નમાં પણ લોકો લગ્નની ભેટ તરીકે લીંબુ આપી રહ્યા છે.
ધોરાજીમાં લગ્નની અનોખી ભેટ
ગુજરાતના રાજકોટના ધોરાજીમાં લગ્ન સમારોહ દરમિયાન લોકોએ વરરાજાને લીંબુ ભેટ કર્યા હતા. જીવનના સૌથી ખાસ દિવસે વર-કન્યાને લીંબુ ભેટ આપનાર વ્યક્તિનું નામ છે દિનેશ. દિનેશના કહેવા પ્રમાણે, ‘આ સમયે આખા દેશમાં લીંબુના ભાવ ખૂબ વધી ગયા છે. ઉનાળાની આ સિઝનમાં લીંબુની ખૂબ જ જરૂર હોય છે. એટલા માટે મેં ઘણું વિચારીને આ નિર્ણય લીધો છે.’
गुजरात: राजकोट के धोराजी शहर में एक शादी समारोह के दौरान लोगों ने दूल्हे को नींबू भेंट किए।
दिनेश ने बताया, "इस समय राज्य और देश में नींबू की कीमतें बहुत बढ़ गई हैं। इस मौसम में नींबू की बहुत जरूरत पड़ती है। इसलिए मैंने नींबू भेंट किए हैं।" (16.04) pic.twitter.com/ciQ9MlwIC3
— ANI_HindiNews (@AHindinews) April 17, 2022
શહેરના મોણપરા પરિવારના પુત્રના લગ્ન સમારોહમાં મિત્રોએ મીઠાઈના બોક્સમાં પૈસા કે ઘરેણાને બદલે મોંઘા લીંબુ ગિફ્ટ કર્યા હતા. ભેટ આપવાનો હેતુ એ જણાવવાનો હતો કે લીંબુની કિંમત એટલી વધી ગઈ છે કે હવે તેને મોંઘી ભેટ તરીકે આપી શકાય છે. આ ખાસ ગિફ્ટ જોઈને લગ્નમાં આવેલા મહેમાનોના ચહેરા પર સ્મિત આવી ગયું.
પોલીસ કરી રહી છે પેટ્રોલીંગ, ભરી રહ્યા છે પહેરો
તમને જણાવી દઈએ કે લીંબુને લઈને માર્કેટમાં હોબાળો મચી ગયો છે. શાકભાજી માર્કેટના દુકાનદારોથી લઈને તમારા વિસ્તાર અને ઓફિસ પાસે શિંકજી વેચતા વિક્રેતાઓ લીંબુના વધેલા ભાવથી પરેશાન છે. યુપીના કાનપુરમાં લીંબુના પાકની રક્ષા પોલીસ કરી રહ્યા છે. બગીચામાંથી પાકની ચોરી થયા બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ સાથે જ પોલીસે ડાળી પર લાગેલા કિંમતી લીંબુની સુરક્ષા માટે ત્યાં પેટ્રોલિંગ પણ શરૂ કર્યું છે.