અમદાવાદના યુવતીઓ સાથે ફ્રેન્ડશીપ અને મોજ-મસ્તીની લાલચ આપીને લોકો પાસેથી રૂપિયા પડાવનારી ગેંગ પકડાઈ ગઈ છે. સાઈબર ક્રાઈમ દ્વારા ફરિયાદના મુજબ તપાસ કરતા મોટી જાણકારી મળી આવી અને આ નેટવર્ક સાથે જોડાયેલા ભાઈ બહેનની ધરપકડ કરી લેવામાં આવી છે.
જ્યારે હજુ પણ 9 આરોપીઓ આ કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફ્રેન્ડશીપના નામે 10 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ દાખલ કર્યા બાદ વધુ તપાસ કરવામાં આવતા આ બાબતને લઈને મોટી જાણકારી સામે આવી ગઈ હતી.
સમાજનો ભય, પરિવારનો ભય, ઈજ્જત અને સ્વમાન ગુમાવવાના ભયના કારણે વ્યક્તિ આવા કાંડ ફસાયા બાદ ફરિયાદ કરવાનું ટાળી દેતા હોય છે. ઓનલાઈન લોકોને ટાર્ગેટ બનાવતી ટોળકી લોકો પોલીસ પાસે જવાનું ટાળતા હોવાથી તેમને ગુના કરવાની ખુલ્લી ઓફર મળી જાય છે.
તેની સાથે જ્યારે લોકોને ફ્રેન્ડશીપના નામે ઠગીને રૂપિયા પડાવતી ટોળકીમાંથી ભાઈ-બહેનની ધરપકડ કરાઈ છે. આ કેસમાં એક ફરિયાદીએ કહ્યું હતું કે, ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવાની લાલચે સૌથી પહેલા ₹2400 ભરવામાં આવ્યા હતા, ત્યાર બાદ વિઝિટિંગ કાર્ડ અને યુવતીઓ સાથે મુલાકાત કરાવવાના નામે 15,000 થી લઈને 4 લાખથી વધુની રકમ અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવી હતી.
પછી ધીરે-ધીરે કરીને ફરિયાદીએ ₹10,45,199 ભર્યા પછી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતા અમદાવાદ જિલ્લા સાઈબર સેલનો સંપર્ક કરીને સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. પોલીસ ફરિયાદના મુજબ તપાસ કરતા દરમિયાન ટોળકી સુરતમાં બેઠેલી હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યાર બાદ પોલીસ દ્વારા રેડ પાડીને સુરતમાં રહેતા સની પંકજભાઈ પારેખ અને નેહા પંકજભાઈ પારેખની ધરપકડ કરી લેવામાં આવી હતી.અમદાવાદ પોલીસ દ્વારા સુરતમાં પાડેલી રેડમાં સની અને નેહાની ધરપકડ કરવાની સાથે તેમની સાથે લેપટોપ, ડેસ્કટોપ, મોબાઈલ ફોન સહિત 51 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જ્યારે અત્યારે આ કેસમાં કેલ્વીન જોધાણી, પ્રતીક જોધાણી, ભુરાભાઈ, ડોલી દેસાઈ, અમિતભાઈ, પવન, શ્રદ્ધા ઉર્ફે જારા, મયુર અને રૂપલ સતાપરાના નામ પણ સામેલ છે. મહિલાઓ સાથે ફ્રેન્ડશીપ માટે કોઈ વ્યક્તિનો ફોન આવે ત્યારે આ ટોળકી તેમની સ્થિતિ અને માનસિકતાને ઓળખીને ધીમે-ધીમે તેને ફસાવવા લાગે છે.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી જાણકારી જાણવા મળ્યું છે કે, આ ટોળકી દ્વારા 71 લોકો પાસેથી કુલ 41,49,400 લાખ રુપિયા પડાવવા આવ્યા છે. મહિલાઓ સાથે ફ્રેન્ડશીપ અને ત્યાર બાદ તેમને મળવાની લાલચ આપીને લોકોને આ ટોળકી ટાર્ગેટ બનાવી રહી હતી. પોલીસ દ્વારા ભાઈ-બહેન સની અને નેહાની પૂછપરછમાં વધુ કેટલીક જાણકારીઓ સામે આવી શકે છે.