પીએમ મોદીથી લઈને સિંધિયા સુધી, આ દિગ્ગજ નેતાઓએ સ્મૃતિ ઈરાનીને જન્મદિવસ પર ખાસ રીતે પાઠવી શુભેચ્છા

મોદી સરકારમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અને ટેલિવિઝનની પ્રખ્યાત અભિનેત્રી સ્મૃતિ ઈરાની આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આજે દુનિયા તેમને રાજકારણ માટે જાણે છે, પરંતુ એક સમય હતો જ્યારે તેમની છબી ઘર સંભાળતી પુત્રવધૂની હતી. 23મી માર્ચે સ્મૃતિનો જન્મદિવસ છે. તેમનો જન્મ વર્ષ 1976માં દિલ્હીમાં થયો હતો. ટીવી શો આતિશથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સ્મૃતિએ હમ હૈ કલ આજ ઔર કલ, કવિતા અને ક્યૂંકી સાસ ભી કભી બહુ થી જેવા શોમાં કામ કર્યું છે. આજે સ્મૃતિ ઈરાનીના જન્મદિવસ પર અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શુભેચ્છા પાઠવી છે.

સ્મૃતિ ઈરાનીના જન્મદિવસ પર વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, “મહિલા સશક્તિકરણને આગળ વધારવા માટે સરકારના પ્રયાસોનું નેતૃત્વ કરી રહેલા કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિરાણી જીને જન્મદિવસની શુભેચ્છા. તેમને દીર્ઘાયુ અને સ્વસ્થ આયુષ્ય મળે તેવી પ્રાર્થના. આ સાથે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ સ્મૃતિ ઈરાનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. હું તમારા સફળ જીવન અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

આ સાથે બીજેપી નેતા સંબિત પાત્રાએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે, તેમણે ટ્વીટ કરીને લખ્યું છે – કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી @smritiirani જીને તેમના જન્મદિવસ પર અભિનંદન અને શુભેચ્છાઓ. હું તમારા સફળ જીવન અને લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું.

Scroll to Top