આ તારીખથી શરુ થશે ધોરણ 9 થી 11 નું ઓફલાઈનનું શિક્ષણ

રાજ્યમાં હવે સોમવારના રોજ ધોરણ 9 થી 11 ની સ્કૂલો અનલોક થાય તેવી શક્યતા સામે આવી છે. રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવતા જ ધોરણ 12 ની સ્કૂલો અને કોલેજોમાં 15 જુલાઈથી ઓફલાઈન શિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. એવામાં શક્યતા રહેલી છે કે, આજે મળનાર રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ધોરણ 9 થી 11ની સ્કૂલો ચાલુ કરવા વિચાર કરવામાં આવી શકે છે.

સરકાર કોવિડ ગાઈડલાઈન મુજબ ધોરણ 12 અને કોલેજના વિદ્યાર્થીઓને સ્કૂલમાં આવતા સમયે વાલીની સંમતિપત્ર મેળવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જ્યારે જો સોમવારના રોજ ધોરણ 9 થી 11 ના વર્ગો શરુ કરવામાં આવશે તો તેમાં પણ વાલીઓની સંમતિ જરુરી માંગવામાં આવશે.

જ્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક પણ મળવાની છે. તેમ છતાં મુખ્યમંત્રી બે દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે હોવાથી મુખ્યમંત્રીના આગમન બાદ બપોરના 12 વાગ્યે કેબિનેટની બેઠક મળવાની છે. જેમાં રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનની સ્થિતિની સાથે-સાથે ધોરણ 12 અને ઉચ્ચ અભ્યાસક્રમોની સાથે આગામી સમયમાં ધોરણ ૯ થી 11ના વર્ગો ચાલુક કરવાને લઈને કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી શકે છે.

તેના સિવાય કેબિનેટની બેઠકમાં અગાઉ મંત્રીઓને સોંપવામાં આવેલ જિલ્લાઓ અને જિલ્લાઓમાં કરેલા પ્રવાસ અને તેમના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. તેની સાથે ઓગસ્ટ મહિનામાં સરકારની પાંચ વર્ષની ઉજવણીના કાર્યક્રમ અંગે પણ આખરી ઓપ આપવામાં આવી શકે છે.

Scroll to Top