બિહારના મુઝફ્ફરપુરમાં એક દેડનાક ઘટના સામે આવી છે, જેમાં એક યુવકને પ્રેમમાં મોતની સજા આપવામાં આવી છે. પ્રેમિકાના પરિવારજનો દ્વારા યુવકને ઘરે બોલાવી દર્દનાક હત્યા કરવામાં આવી હતી. જેમાં તેનો પ્રાઈવેટ પાર્ટ પણ કાપી નાખવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના કાંટી પોલીસ સ્ટેશનના સોનબરસા ગામમાં ઘટી છે. મૃતકની ઓળખ રેપુરા રામપુર શાહ ગામમાં રહેનાર મનીષ ઠાકુરના 18 વર્ષીય પુત્ર સૌરભ રાજની જાણવા મળી રહી છે.
પોસ્ટમોર્ટમ બાદ જ્યારે સૌરભની લાશ ગામમાં પહોંચી તો તણાવપૂર્ણ માહોલ સર્જાઇ ગયો હતો અને ગામના લોકોએ ખૂબ હોબાળો પણ મચાવ્યો હતો. એટલું જ નહીં, લોકો દ્વારા એટલો જોરદાર ગુસ્સો જોવા મળ્યો હતો કે, તેઓએ મૃતકની ડેડબોડીને પ્રેમિકાના ઘરના દરવાજા પર લઈ ગયા હતા અને ત્યાં જઈને સંપૂર્ણ રીતિરિવાજો સાથે અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. ગામમાં તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયું છે. કેમકે હાલ લોકોમાં ગુસ્સો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સૌરભ રાજ ઓડિશામાં એક ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો હતો. તે આ મહિનાની 1 જુલાઈના રોજ બહેનના લગ્નમાં સામેલ થવા માટે આવ્યો હતો. શુક્રવાર રાત્રીના યુવતીના પરિવારજનો દ્વારા સૌરભને બોલાવવામાં આવ્યો અને યુવતીની સામે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. તેની સાથે તેનું પ્રાઈવેટ પાર્ટ પણ કાપી નાખવામાં આવ્યું અને ત્યારબાદ અધમરી હાલતમાં યુવકના પરિવારને હવાલે કરી દેવામાં આવ્યો હતો.
ગામમાં તંગદિલીને જોતા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયું
પરિવારના સભ્યોએ યુવકને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ ત્યાં ડોકટરોએ સૌરભને મૃત જાહેર કરી દીધો હતો. આ ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાયેલું છે. સિટી એસપી રાજેશકુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ ગામમાં કેમ્પ કરી રહી છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે દરોડા પાડવાનું શરૂ કરવામા આવ્યું છે.