1 લિટરમાં 100 કિ.મી.ની એવરેજ આપશે તમારી સાધારણ બાઇક, ફીટ કરાવો આ સસ્તી કિટ

ભારતમાં પેટ્રોલનો ભાવ આસમાને પહોંચી ગયો છે, તેવામાં એવરેજ આપતા વાહનો લોકોને વધારે પસંદ કરી રહ્યાં છે, જ્યારે જૂના વાહનોમાં પણ સેટિંગ કરવામાં આવે છે, જેથી તે એવરેજ વધારે આપે. જો તમારી પાસે પણ જૂનું બાઇક અથવા સ્કૂટર છે અને તે એવરેજ નથી આપતું તો અહીં જણાવવામાં આવેલી ડિવાઇસથી તમે તમારા ટૂ-વ્હીલરની એવરેજમાં 60 ટકા સુધીનો વધારો કરી શકો છો. એટલે કે જો તમારી બાઇકની એવરેજ 50 કે 55 કિ.મી.ની આસપાસ છે તો આ ડિવાઇસનો ઉપયોગ કરવાથી બાઇકની એવરેજ 80થી 100 કિ.મી. પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે.

આ કિટને લગાવવાનો ખર્ચ 1200 રૂપિયા
એવરેજને વધારવા માટે બાઇકમાં એક ખાસ કાર્બોરેટર લગાવવામાં આવશે. જે બાઇકની એવરેજ વધારે છે. હાઇડ્રો ટેક એચએચઓ ફ્યૂઅલ સેવર કિટને બાઇકમાં ફીટ કરવામાં આવે છે. આ કિટને ફીટ(hydro tech hho fuel saver kit) કરવાનો ખર્ચ 1200 રૂપિયા સુધી આવે છે. આ કિટને ઓનલાઇન પણ ખરીદી શકાય છે. એમેઝોન જેવી શોપિંગ સાઇટ પર તેની કિંમત 699થી 1000 રૂપિયા સુધીની હોય છે.

કેવી રીતે કામ કરે છે HHO કિટ
HHO કિટ એક એવું મશીન છે જે ઇલેક્ટ્રોલિસિસ દ્વારા પાણીને નાના કણોમાં વિભાજીત કરીને HHO ગેસ તૈયાર કરે છે. આ ગેસમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના કણો હોય છે. જ્યારે આપણે HHO ગેસને બાઇકના એન્જિનની એર ઇન્ટેકમાં નાંખીએ છીએ ત્યારે તે કમ્બશન ચેમ્બરમાં એર- ફ્યૂઅલ સાથે મિક્સ થઇ જાય છે અને તેની સાથે બળવા(બર્ન) લાગે છે. આ ગેસ ફ્યૂઅલની બર્નિંગ એફિશિયન્સીને વધારે છે અને ફ્યૂઅલને સંપૂર્ણપણે બળવામાં મદદ કરે છે.

HHO ગેસના ફાયદા
– આ ગેસ અનબર્ન્ડ ફ્યૂઅલને સંપૂર્ણપણે બર્ન કરવામાં મદદ કરે છે. જેનાથી બાઇકની ફ્યૂઅલ એફિશિયન્સી એટલે કે એવરેજમાં 60 ટકાથી પણ વધારેનો વધારો થાય છે.
– HHO ગેસ કાર્બનને ક્લિન કરે છે અને ભવિષ્યમાં થનારા કાર્બનને રોકી નાંખે છે.
– વાહનની પિક-અપ વધારે છે અને મેઇન્ટેનન્સ કોસ્ટ ઘટાડે છે.
– એન્જિન દ્વારા થતી પોલ્યુશનને ઘટાડવામાં મદદ કરે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here