સુરતનો એક કાપડના વેપારી માથે કરોડો ની બેન્ક ની લોન હતી. જે તે ભરપાઈ કરી શકે તેમ ન હતો. તેથી તેણે તેના પરિવાર સાથે મળી ને ચીટિંગ કેસ થી બચવાં માટે પોતાની જાત ને મૃતક ગણાવાનું નાટક સર્જયું હતું અને કેસ માંથી છટકી ગયા હતા. પરંતુ આ ભાગેડુ વેપારી ને પોલીસે હમણાં મુંબઈ ના એક બિયર બાર માંથી ઝડપી લીધા છે.
વિગતવાર જોઈએ તો સુરતના અલથાણ વિસ્તારમાં વસવાટ કરનાર કમલેશ ચાંદવાણી અને તેનો ભાગીદાર ગણેશ સિન્હા ની 4 લાખ ના ચીટિંગ કેસ વિરૂધ્ધ જુલાઈ 2020 મા ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ ટેક્સટાઇલ ના એક વેપારી સંજય ખૈરડી એ આરોપી વિરુધ્ધ નોંધાવ્યો હતો.
કમલેશ ચાંદવાણી એ લોકલ કોર્ટ મા જામીન માટે અરજી કરી જતી, પરંતુ તે નકારી કાઢવામાં આવી હતી.
ત્યારબાદ તેને હાઇકોર્ટમાં અરજી કરી, જ્યાં તેને બે લાખ રૂપિયા ડીપોઝીટ કરવાની ફરજ પડી હતી. બે લાખ રૂપિયા ડીપોઝીટ કરાવવાને બદલે કમલેશ ચાંદવાણી ના છોકરા વરુણે તેના પિતા નું નકલી ડેથસર્ટિફિકેટ અને અન્ય નકલી કાગળો રજૂ કરી દીધા અને કેસ પાર પાડી દીધો હતો.
પરંતુ પછી પોલીસ ને ધ્યાન મા આવ્યું કે રજૂ કરવામાં આવેલ ડેથ રિપોર્ટ સિદ્ધિ ક્લિનિક ના ડોક્ટર શાગ પટેલ દ્વારા ડુપ્લીકેટ બનાવામાં આવ્યું હતું અને ત્યાર બાદ તેં રિપોર્ટ તેમણે અજાણ્યા શબ સાથે રામનાથ ઘેલા સ્મ્શાને સબમિટ કર્યો. બાદ મા સમશાન દ્વારા આપવામાં આવેલા દસ્તાવેજો ને આધારે પરિવારે સુરત મ્યુન્સિપલ કોર્પોરેશન માંથી ડેથ સર્ટિફિકેટ મેળવી લીધું.
ત્યાર બાદ સંજય ખૈરડી ને આ બધી છેતરપિંડી ની ખબર પડી અને ફરી તાજી ફરિયાદ સાથે પોલીસ નો સંપર્ક કર્યો. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે તેના બનાવટી ડેથ સર્ટિફિકેટનો ઉપયોગ કરીને તેના કુટુંબના સભ્યો વીમા કંપનીઓ પાસે મોતનો દાવો કર્યો હતો. બનાવટી દસ્તાવેજો અને બનાવટી દસ્તાવેજો કોર્ટમાં સબમિટ કરવા અંગે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ તેમના પર કેસ દાખલ કરાયો છે. “અમને જાણવા મળ્યું કે ચાંદવાણી વડોદરા, અમદાવાદ અને સુરતમાં મલ્ટીપલ છેતરપિંડીમાં સામેલ છે. તેણે લોનની ભરપાઈ પણ નથી કરી અને વીમાના નાણાંનો દાવો પણ કર્યો હતો, ”પોલીસે જણાવ્યું હતું.