સમગ્ર દેશ અત્યારે કોરોના વાઈરસની બીજી લહેરે કાળો કહેર વર્તાવ્યો છે. કોરોનાના કહેરથી હજું માંડ બહાર આવ્યા હતા ત્યાં જ બ્લેક ફંગસ નામની બીમારીએ જોર પકડ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના 11 હજારથી વધુ કેસો સામે આવ્યા છે. બ્લેક ફંગસ બાદ હવે કોરોનાના દર્દીઓ વધુ એક બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે. જ્યારે આ નવી બીમારીનું નામ “એસ્પરગિલોસિસ” છે. બ્લેક ફંગસના જેમ જ એસ્પરગિલોસિસ પર કોવિડ-19થી રિકવર થયેલા દર્દીઓમાં જ જોવા મળી રહી છે. જેના કારણે હાહાકાર સર્જાઈ ગયો છે.
દેશમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના કેસો અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ રહેલા છે. બ્લેક ફંગસના કેસમાં ગુજરાતમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ગુજરાતના વડોદરામાંથી બ્લેક ફંગસના 262 નવા કેસો સામે આવી ચુક્યા છે. જેમાંથી 8 લોકો એક નવા ફંગસ એસ્પરગિલોસિસથી પીડિત જોવા મળ્યા છે. કોરોના મહામારી વચ્ચે અન્ય અનેક પ્રકારના ફંગલ ઈન્ફેક્શન વધતા સરકારની ચિંતા સાથે મેડિકલ સ્ટાફની ચિંતામાં પણ વધારો થયો છે.
સેન્ટર ફોર ડિસીઝ કંન્ટ્રોલના કહેવા અનુસાર, એસ્પરગિલોસિસ એસ્પરગિલસના કારણે થઈ રહેલ એક સંક્રમણ છે. જેમાં એક સામાન્ય પ્રકારની ફૂગ જ હોય છે, જે ઘરની અંદર અને બહાર રહતી હોય છે. સામાન્ય રીતે તે તૂટેલા પત્તા અને સડેલી વસ્તુઓ પર ઉદભવે છે. આ સંક્રમણ એવા લોકોમાં જોવા મળી રહ્યું છે, જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી રહેલી છે.
આ ફંગસ આપણા શ્વાસ થકી શરીરની અંદર પ્રવેશ કરી રહ્યું છે. જે ફેફસાની બીમારીથી પીડિત દર્દીઓ કે નબળી ઈમ્યુનિટી ધરાવતા લોકો માટે વધારે જોખમકારક હોય છે. એક્સપર્ટનું કહેવું છે કે, આ બ્લેક ફંગસના સંક્રમણ કરતા ઓછુ જોખમકારકે છે, પરંતુ તેને હળવાશમાં લઈ શકાય નહીં .
એસ્પરગિલોસિસના લક્ષણો આ પ્રકાર રહે છે
- નાક બંધ થવું
- થાક લાગવો
- માથું દુખવું
- સુંઘવાની ક્ષમતામાં ઓછી થવી
- શ્વાસ લેવામાં મુશ્કેલી પડવી
- વજન ઘટવું
- ખાંસી ખાતા લોહી નીકળવું