સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને લોકો ચોંકી ગયા છે. આ ક્લિપમાં રેલવે ટ્રેક પર ઊભેલી ગાય ટ્રેન સાથે અથડાય છે. જોકે ગાયને કશું થતું નથી. જ્યારે ટ્રેન અથડાય છે, ત્યારે તે પલટી ખાઈને રેલવે બ્રિજ પરથી ગટરમાં પડી જાય છે, અને ફરીથી તેના ચાર પગ પર સીધી ઊભી રહે છે. વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે, ” જાકો રાખે સાઇયાં , માર સકે ના કોઈ.”
આ ક્લિપમાં તમે ગટર પર બનેલા રેલ્વે પુલ પર ટ્રેક પર ઉભેલી ગાયજોઈ શકો છો. આ દરમિયાન ટ્રેન ગાય તરફ આવતી દેખાઈ રહી છે, પરંતુ ટ્રેક પર જગ્યા ઓછી છે. આવી સ્થિતિમાં ગાય પાસે બચવાનો વિકલ્પ નથી, પરંતુ તે હલનચલન કરતી હોય તેવું લાગે છે, પરંતુ તે ટ્રેકની બાજુમાં ઊભી છે. પરંતુ જ્યારે ટ્રેન તેની પાસેથી પસાર થાય છે, ત્યારે તેને ફટકો પડે છે.
જુઓ વિડિયો: રેલવે પુલ પર ઊભેલી ગાય ને ટ્રેને મારી ટક્કર, આગળ જે થયું તે જોઈને તમે કહેશો," રામ રાખે એને કોણ ચાખે!!
" pic.twitter.com/TWLcJNNumP— Gujarat Coverage (@gujaratcoverage) December 26, 2021
ગાયનું સંતુલન વિખાઇ જાય છે અને ગટરમાં પડે છે. પછી પછી શું થાય છે તે જોઈને લોકો તેને કુદરતનો કરિશ્મા કહી રહ્યા છે.