જો કોઈ તમને કહે કે તમારે ફક્ત પથારીમાં સૂવાનું છે અને તેના બદલામાં તે તમને વાર્ષિક 25 લાખ રૂપિયા આપશે, તો તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હશે. તમને જણાવી દઈએ કે એક બ્રિટિશ કંપની એવા લોકોને ખાસ જોબ ઓફર કરી રહી છે જેઓ આવીરીતે આરામ પસંદ કરે છે. જેમાં પસંદગી પામેલા ઉમેદવારે માત્ર બેડ પર સૂવા સિવાય ટીવી જોવાનું રહેશે. આ માટે કંપની ઉમેદવારને મોટો પગાર આપવા તૈયાર છે.
કોરોના સમયગાળા દરમિયાન લાખો લોકોએ તેમની નોકરી ગુમાવી. બેરોજગારીના કારણે લોકો હજુ પણ સારી નોકરીની શોધમાં અહીં-તહીં ભટકી રહ્યા છે. આવી સ્થિતિમાં, આવી નોકરીની ઓફર ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. જે કોઈપણ માટે એક શાનદાર ઓફર સાબિત થઈ શકે છે. આ કામ મેટ્રેસ ટેસ્ટિંગનું છે. જે વ્યક્તિને લક્ઝરી બેડ કંપની ક્રાફ્ટેડ બેડ્સની આ નોકરી મળશે તેણે દરરોજ છ થી સાત કલાક પથારીમાં વિતાવવા પડશે.
ક્રાફ્ટેડ બેડ્સની જાહેરાત અનુસાર, આ જોબ પ્રોફાઇલ માટે પસંદ કરાયેલ વ્યક્તિને કંપની તરફથી 24 હજાર પાઉન્ડ એટલે કે ભારતીય ચલણમાં લગભગ 25 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ આપવામાં આવશે. આ નોકરીમાં કર્મચારીએ દર અઠવાડિયે ઉચ્ચ ગુણવત્તાની ગાદલાનું પરીક્ષણ કરવું પડશે. આ પછી તેનું મૂલ્યાંકન કરવું પડશે અને જણાવવું પડશે કે આ ગાદલા ઉપયોગ કરવામાં કેવા છે અને આ સિવાય કંપની આમાં બીજું શું સુધારી શકે છે.
આ દેખીતી રીતે સરળ નોકરીની શરત એ છે કે કર્મચારીને અઠવાડિયાના 37.5 કલાક ગાદલા પર સૂવા પડશે. તે મુજબ તેણે દરરોજ છ કલાક ટીવી જોવા અથવા સૂવામાં પસાર કરવાના રહેશે. કંપનીના માર્કેટિંગ મેનેજર બ્રાયન ડિલને કહ્યું છે કે આ માટે કર્મચારીઓને ઓફિસ આવવાની પણ જરૂર નથી. કંપની તેમના ઘરે ગાદલા મોકલશે. પરંતુ આ નોકરી મેળવવા માટે તેની કોમ્યુનિકેશન સ્કીલ પણ જોવામાં આવશે, જેથી તે ગાદલાની સમીક્ષા લખી મોકલી શકે.