પાકિસ્તાની અભિનેતા ઇમરાન અને અમીષા વચ્ચે રંધાઇ રહી છે ખીચડી? અભિનેત્રીએ તોડ્યું મૌન

‘કહો ના પ્યાર હૈ’ અને ‘ગદર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર અભિનેત્રી અમીષા પટેલ આ દિવસોમાં પોતાના અફેરને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેને જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વાસ્તવમાં, અમીષા વિડિયોમાં અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના એક ગીત પર પાકિસ્તાનના પ્રખ્યાત અભિનેતા ઇમરાન અબ્બાસ સાથે રોમાંસ કરતી જોવા મળી હતી. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ પછી દરેક જગ્યાએ અમીષા અને ઈમરાનના અફેરના સમાચાર આવવા લાગ્યા હતા. લોકોને લાગ્યું કે 46 વર્ષની અમીષા પાકિસ્તાનના 39 વર્ષના ઈમરાનને ડેટ કરી રહી છે. હવે અમીષાએ પોતે આ અંગે મૌન તોડ્યું છે.

અમીષા પટેલે વીડિયોનું સત્ય જણાવ્યું

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

તાજેતરમાં ગદર અભિનેત્રી અમીષા પટેલે એક ઈન્ટરવ્યુમાં ઈમરાન સાથેના અફેરની અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું અને કહ્યું- ‘મેં પણ આ અહેવાલો વાંચ્યા છે. હું ખૂબ હસી.આ આખા સમાચાર માત્ર મૂર્ખતા અને ગાંડપણથી ભરેલા છે. આટલા વર્ષો પછી હું મારા મિત્રને મળી રહી હતી.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં અભિનેત્રી અમીષા પટેલે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પ્રખ્યાત પાકિસ્તાની એક્ટર ઈમરાન અબ્બાસ પણ હાજર હતા. અમીષાએ ત્યાં ઈમરાન સાથે એક ગીત પર અભિનય કર્યો હતો અને અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક વીડિયો શેર કર્યો હતો. ત્યારથી સોશિયલ મીડિયા પર બંને રિલેશનશિપમાં હોવાના સમાચાર વહેવા લાગ્યા હતા. હવે અમીષાએ આ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. આ સિવાય જો અમીષાના વર્કફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ તે ફરી એકવાર સની દેઓલ સાથે તેની હિટ ફિલ્મ ‘ગદર-એક પ્રેમ કથા’ની સિક્વલ ‘ગદર 2’માં જોવા મળશે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો