આજે અમે તમારા માટે એવી ઘટનાને લઈને સામે આવ્યા છે તેણે સાંભળી તમારા પણ દેશ પ્રત્યે પ્રેમ જાગી જશે. આ ઘટનામાં બે એવી બે સગી બહેનોની વાત કરવામાં આવી રહી છે જેની ચારોતરફ ચર્ચાઓ થઈ રહી છે.
જેમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે એક ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવનારી આ બહેનો દિવસે મજૂરી કરીને માતાપિતા ને મદદરૂપ બનતી અને રાત્રીના દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી દેશસેવામાં જવાના સપના સેવતી અને અંતે તેમની મહેનત રંગ લાવી છે. હવે આ બન્ને બહેનોને દેશસેવા કરવાની તક મળી ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ગઢડા તાલુકાના ગોરકડા ગામની ધરજીયા પરિવારની બે સગી બહેનો બોર્ડર સિક્યુરીટી ફોર્સ માટે સિલેક્ટ થઇ ગઈ છે અને ટ્રેનિંગ મેળવી હાલ ગામમાં પરત આવી ગઈ છે. ગોરડકા ગામના રહેવાસી પરબતભાઇ ધરજીયા જે દિવસે રીક્ષા ચલાવે અને રાત્રે ગ્રામ રક્ષક દળ (GRD) માં નોકરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે.
પરંતુ તેમની બંને પુત્રીઓ નાની હતી ત્યારથી જ અભ્યાસથી લઇને રમત-ગમત સહિતની બાબતમાં હોશિયાર અને ચતુર હતી. જ્યારે બંને બહેનો નાની હતી ત્યારથી તેમનામાં દેશ ભાવના અને કંઇક કરવાનું જનૂન જોવા મળતું હતું.
તેની સાથે માતાની છત્રછાયા ગુમાવી દીધી હોવા છતાં બંને પુત્રીઓમાં ગજબનો આત્મવિશ્વાસ હતો અને તેમના પિતા પુત્રીઓને પ્રોત્સાહિત કરીને આગળ વઘવા માટે પ્રોત્સાહિત કરતા રહેતા હતા. રીક્ષા ચલાવતા હોવા છતા પોતાની પુત્રીઓ સમાજમાં કંઈક આગવી નામના ઘરાવે અને દેશ માટે સેવા કરે તેવી ઈચ્છા ધરાવતા હતા. જ્યારે બીજી તરફ બંને પુત્રીઓ આર્મીમાં જોઈન્ટ થવાની ઈચ્છા રાખીને સિલેક્શન થાય તે માટે સતત પરિશ્રમ કરી રહ્યા હતા.