બ્રિટેનના ડર્વીશાયરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. ત્યાં એક કપલને કારમાં રોમાંસ કરવું ભારે પડ્યું છે. બ્રિટેનના ડર્વીશાયરના એક રોડ પર એક કપલ કારમાં રોમાન્સ કરી રહ્યું હતું, પરંતુ પ્રેમના આ જોશમાં તેમનાથી એક એવી મિસ્ટેક થઈ ગઈ કે, બંનેનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો અને તેમને મદદ માટે પોલીસને પણ બોલાવી પડી હતી.
જ્યારે આ સમાચાર અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાના વિષય બની ગયા છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, યુકેનું એક કપલ સાંજના સમયે સુમસામ રસ્તા પર તેમની Toyota Yaris કારમાં રોમાન્સ માણી રહ્યું હતું તે સમયે કપલ દ્વારા ભૂલથી કારની હેન્ડબ્રેક દબાઈ ગઈ હતી. કાર ઢાળ ઉપર પાર્ક કરાઈહતી જેના લીધે તે એક નાની ટેકરી પરથી નીચે પટકાઈ ગઈ હતી અને એક બાજુ પલટી ખાઈ ગઈ હતી.
તેની સાથે કાર પલટી ખાઈ જતા તે સાંકડો માર્ગ પણ બ્લોક થઈ ગયો હતો. જ્યારે ગાડી એ રીતે પલટી મારી ગઈ હતી કે કપલ માટે કારમાંથી બહાર નીકળવું મુશ્કેલ હતું. કપલ કારમાં ફસાઈ ગયું અને ત્યારબાદ મદદ માટે તેમને મજબૂરીમાં પોલીસને ફોન કરી બોલાવવાની નોબત આવી હતી.
પોલીસ યુનિટ દ્વારા ટ્વિટર પર લખવામાં આવ્યું છે કે, ડર્બીશાયરમાં એક અજ્ઞાત જગ્યા પર કપલ દ્વારા તેમની Toyota Yaris કારને પાર્ક કરવામાં આવી હતી. જ્યાં તેઓ તેમના સંબંધને ગાઢ બનાવી રહ્યા હતા.
પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સંબંધ બનાવતા સમયે કારની હેન્ડબ્રેક દબાઈ ગઈ હતી તેના કારણે કાર ઢાળ પર હોવાથી જાતે જ ચાલવા લાગી હતી. તેમ છતાં આ કિસ્સામાં કોઈને ઇજા થઈ નહોતી. તેમ છતાં આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. આ ઘટના પર લોકો રમુજી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.