CrimeKeralaNews

મહિલાએ માનવતાની હદ વટાવતા પાંચ ગલૂડિયાઓને જીવતા સળગાવ્યા, વિડીયો વાયરલ થતા ફરિયાદ દાખલ

કેરળમાં એક મહિલાને ક્રૂરતાની હદ વટાવી દેવાની હોવાની ઘટના સામે આવી છે. કેરળના મંજલીની આ મહિલા દ્વારા પાંચ ગલૂડિયાઓને જીવતા સળગાવવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થતા જ પશુપ્રેમી સંસ્થા અને પોલીસ પાસે પહોંચી ગયો હતો. તેમ છતાં પશુપ્રેમીઓ દ્વારા સાત ગલૂડિયાઓને બચાવી લેવામાં આવ્યા હતા.

જ્યારે ઘટનાની માહિતી સામે આવી છે કે, કરૂમલ્લૂર પંચાયતમાં આવેલા મંજલી ડાયમંડ મુક્કુમાં એક મેરી નામની મહિલા દ્વારા પોતાન જ ઘરે ગલૂડિયાઓને જીવતા સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, એક મહિલા દ્વારા ગલૂડિયાઓને જીવતા સળગાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેને બધાને હેરાન કરી દીધા છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, એક મહિલા ખૂબ જ ક્રૂરતાથી ગલૂડિયાઓને જીવતા સળગાવી દેવાનો પ્રયત્ન કરતી જોવા મળી છે. આ વિડીયોમાં ગલૂડિયા પણ જીવ બચાવવા માટે નાસભાગ કરતા જોવા મળી રહ્યા હતા. આ સમયે કોઈના દ્વારા આ ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી લેવામાં આવી હતી. ત્યાર બાદ તેને સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કરી દીધો હતો.

વિડીયો વાયરલ થતા જ પશુ અધિકાર કાર્યકર્તાઓ સાથે ત્યાં પહોંચી ગયા હતા. આ ઘટનામાં એક ગલૂડિયું ખરાબ રીતે દાઝી ગયુ હોવાનું જાણવા મળ્યું હતું. કાર્યકર્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા દ્વારા આ ઘટનાનો વિડીયો જોવામાં આવ્યો હતો.. જેમાં મહિલા દ્વારા ગલૂડિયાને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. આ ગલૂડિયાઓ માત્ર 13 જ દિવસના રહેલા છે. તેમ છતાં ગલૂડિયાઓને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. ગલૂડિયાની માતા પણ ગંભીર રીતે દાઝેલી જોવા મળી છે. તેઓ હાલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

જ્યારે આ ઘટના બાદ એનિમલ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશને પોલીસને જાણ કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બાબતમાં મેરી દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે કે, કુલ સાત ગલૂડિયા હતા અને તેમાંથી બે ગલૂડિયાની હાલ શોધખોળ કરાઈ રહી છે. પશુઓ પર અત્યાચાર કરવા બાબતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker