નવસારીમાં ગમખ્વાર અકસ્માત, લક્ઝરી બસ સાથે ફોર્ચ્યુનર અથડાતા 8 લોકોના મોત

ગુજરાતના નવસારી જિલ્લાના નેશનલ હાઈવે પર શનિવારે સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે પર શનિવારે સવારે ફોર્ચ્યુનર કાર અને લક્ઝરી બસ વચ્ચેની ભીષણ અથડામણમાં આઠ લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ લકઝરી બસ અમદાવાદથી વલસાડ જઈ રહી હતી. એવું કહેવાય છે કે બસ નેશનલ હાઈવે પર નવસારી જિલ્લાના વેસવાણ ગામ પાસે પહોંચી હતી ત્યારે સામેથી આવતી ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે ફોર્ચ્યુનર કારના ટુકડા થઈ ગયા હતા અને બસના આગળના ભાગને પણ નુકસાન થયું હતું.

ચીસો સાંભળીને ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું. વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ આઠ લોકોને મૃત જાહેર કર્યા હતા. તમામ આઠ મૃતકો ફોર્ચ્યુનરમાં મુસાફરી કરી રહ્યા હતા. કહેવાય છે કે ફોર્ચ્યુનર કાર ડિવાઈડર ઓળંગીને રોંગ સાઈડમાં આવીને સામેથી આવતી લક્ઝરી બસ સાથે અથડાઈ હતી.

લકઝરી બસ અમદાવાદથી વલસાડ જઈ રહી હતી. ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ પોલીસની મદદથી બંને વાહનોમાંથી મુસાફરોને બહાર કાઢી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ ફોર્ચ્યુનરમાં સવાર આઠ લોકોને મૃત જાહેર કર્યા હતા.

આ અકસ્માતમાં 32 લોકો ઘાયલ પણ થયા છે. 32 ઇજાગ્રસ્તો પૈકી 17ની ગંભીર હાલત જોતા તબીબોએ તેઓને સારી સારવાર માટે વલસાડ રીફર કર્યા હતા. એક ઘાયલને સુરત રીફર કરવામાં આવ્યો છે. અન્ય 14 ઘાયલોની સારવાર નવસારીમાં જ ચાલી રહી છે. અકસ્માતના કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

Scroll to Top