ગામની એક મહિલા અને પુરુષને ઝાડ સાથે બાંધીને માર્યો માર, પતિ સાથે આઠ લોકોની કરવામાં આવી ધરપકડ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

પંચમહાલ પોલીસે એક મહિલાને તેમના જ ગામના એક પુરુષની સાથે ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો, જેના આરોપમાં મહિલાના પતિ અને આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે મહિલાના પતિને વિવાહિત સંબંધોને લઈને શંકા હતી. પંચમહાલ જિલ્લાના એક ગામનો વિડિયો પોલીસની સામે આવ્યો હતો. ઇન્ટરનેટ મીડિયા પર વાયરલ કરવામાં આવેલા વીડિયોમાં એક મહિલા અને પુરુષને કેટલાક લોકો ઝાડ સાથે બાંધીને મારી રહ્યા હતા. પંચમહાલ પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી જેના પરથી જાણવા મળ્યું હતું કે ગયા શનિવારે આ ઘટના પંચમહાલ જિલ્લાના જ એક ગામમાં બની હતી.

તપાસમાં જાણવા મળ્યું કે એક મહિલા તેના જ ગામના એક પુરુષને તેના મોબાઇલ ફોનથી ફોન કર્યો હતો. જ્યારે આ વાતની ખબર તેના પતિને થઈ તો તેને તેની પત્ની પર તે પુરુષ સાથે અવૈધ સંબંધ હોવાની આશંકાએ પહેલા તે પુરુષને તેના ઘરે બોલાવ્યો અને તેના કેટલાક મિત્રો અને સંબંધીઓએ સાથે મળીને તે પુરુષને પકડી લીધો હતો. ત્યારબાદ આ આરોપી એ મહિલા અને આ પુરુષને ગામના જ ચોકમાં એક ઝાડ સાથે બાંધી દીધા અને તેમને મારવા લાગ્યા હતા.

આ ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો જેમાં અન્ય લોકો પણ આ બંનેને મારતા જોવા મળ્યા હતા. અને આ વીડિયોમાં તે બંનેને ખરાબ ગાળો પણ બોલી રહ્યા હતા. જોકે ગામના પૂર્વ સરપંચ ત્યાં આવી પહોંચ્યા હતા અને આ મહિલા અને પુરુષ બંનેને આ લોકોથી બચાવ્યા હતા.

પોલીસે આ પીડિતા સાથે સંપર્ક કરીને તેનું નિવેદન લીધું અને કેસ નોંધાવ્યો છે. ત્યારબાદ તેના નિવેદન પ્રમાણે જ પીડિત મહિલાના પતિ સહિત 9 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ લોકો પંચમહાલ જિલ્લાના આદિવાસી બહુલ છે. અને અહીં આદિવાસીઓ ઉપરાંત અન્ય સમાજમાં પણ ઘણા પ્રકારના રૂઢિચુસ્ત પરંપરાઓ પ્રખ્યાત છે.

અહીં શિક્ષણનું સ્તર નીચું હોવાને કારણે સમાજમાં ખુલ્લાપણું આવી શક્યું નથી. જેના કારણે ઘણીવાર મહિલાઓ અથવા યુવતીઓના અન્ય યુવક અથવા પુરુષો સાથે વાત કરવા કે ફોન કરવા અથવા મેસેજ કરવા પર પણ તેમના ચરિત્ર પર સવાલ ઉઠાવવા લાગે છે. ગુજરાત પોલીસે આ ઘટનાની નોંધ લીધી છે અને કેસની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે જેથી ભવિષ્યમાં આવી ઘટના ના બની શકે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો