ગાંધીધામમાં મસાઝ પાર્લરની આડમાં ચલાવવામાં આવતું સેક્સ રેકેટ, આ બાબતમાં બંગાળની યુવતી દ્વારા કરવામાં આવ્યો ચોંકાવનારો ખુલાસો

રાજ્યમાં અવાર નવાર મસાઝ પાર્લરની આડમાં દેહવેપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હોય અને તેનો પર્દાફાશ પણ કરવામાં આવતો રહે છે. જ્યારે આ બાબતમાં જ આજે ગાંધીધામમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગાંધીધામ શહેરના ઓમ સિનેમા ઉપરના ભાગે આવેલ મસાઝ પાર્લરમાં મહિલા સંચાલક દ્વારા યુવતીઓ પાસેથી દેહવેપારનો વેપાર કરાવવાની સાથે તેમને મકાન ભાડે આપી તેનું શોષણ કરવામાં આવતું હોવાનું પશ્ચિમ બંગાળની યુવતી દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. સ્પાની આડમાં ચાલનારા દેહવેપારના ધંધાનો પર્દાફાશ થતા પોલીસ દ્વારા યુવતીની ફરિયાદ પરથી મસાઝ પાર્લરના સંચાલક દંપતિ અને મેનેજર વિરૂદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી છે.

ગાંધીધામની એ ડિવિજન પોલીસના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, છ મહિના પહેલાથી ગત તા.19/07 સુધીમાં આ ઘટના બની હતી. શહેરના ઓમ સિનેમા ટોકિઝના ઉપરના ભાગે આવેલ સ્પામાં સંચાલીકા ભવિષ્યાબેન અમીત છતલાણી દ્વારા યુવતીનું શોષણ કરવાના ઈરાદે તેને મકાન ભાડે આપી આશ્રાય આપવામાં આવ્યો હતો. ભવિષ્યાનો પતિ અમીત છતલાણી અને મેનેજર સંજય મહેતા દ્વારા આદિપુર જેઓ સાથે મળી પોતાનો ઈરાદો પાર પાડવા યુવતીને મસાજ પાર્લરમાં મસાઝ કરવાના કામે રાખવામાં આવી હતી.

સ્પા મસાઝ પાર્લરની આડમાં ત્રણેય આરોપી દ્વારા યુવતી પાસે દેહવેપારનો વેપાર કરાવ્યો હતો અને શારીરિક તથા જાતિય શોષણ પણ કરવામાં આવ્યું હતું. જેના કારણે પશ્ચિમ બંગાળની યુવતીએ સમગ્ર આપવીતી પોલીસને કહેતા પોલીસ દ્વારા સ્પા સંચાલક દંપતિ તથા મેનેજર વિરૂદ્ધ અનૈતિક વેપાર અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આદિપુરમાં પંદરવાળી વિસ્તારમાંથી બાંગ્લાદેશી દંપતી મળી આવ્યાના બનાવમાં મહિલા સ્પામાં કામ કરતી હોવાનું જાણવા મળ્યું હતું. જેના કારણે યુવતીએ આરોપી સામે ફોજદારી નોધાવતા ચર્ચાસ્પદ પ્રકરણ સામે આવ્યું હતું.

Scroll to Top