GandhinagarGujaratNews

ગુજરાતમાં પોલીસમાં ભરતી કરાવવાના બહાને કરવામાં આવ્યું આટલા કરોડનું કૌભાંડ

ગુજરાતમાં પોલીસમાં ભરતીના બહાને કૌભાંડ સામે આવ્યું છે. પોલીસમાં ભરતીના બહાને 48 યુવાનો પાસેથી 1.44 કરોડ પડાવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યક્તિઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતના યુવાનની ફરિયાદને આધારે પોલીસે ગુનો દાખલ કર્યો છે. 48 જેટલા યુવાનોને કોઈપણ જાતની પ્રેક્ટીકલ કે અન્ય પરીક્ષા વગર પોલીસમાં સીધી ભરતી થઈ હોવાના લેટર ઇસ્યુ કરીને કરોડો રૂપિયા પડાવવામાં આવ્યા છે.

ફરિયાદ કરનાર યુવક દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જ પ્રકારે 40 લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં સુરત, વડોદરાના યુવકો વધુ રહેલા છે. 2019 ના સમયગાળામાં બોગસ લેટરને આધારે રૂપિયા પડાવવામાં આવ્યા છે. આઇપીએસ અધિકારીની સહી સાથે બોગસ નિમણૂંક પત્રો પણ અપાયા હતા. તેમ છતાં જુનાગઢ તાલીમ શાળામાં તાલીમ લઇને પોલીસમાં હાજર થવા માટે ગડબડ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેના કારણે ગાંધીનગરના સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં કલ્પેશ પટેલ, રાજકોટના સિદ્ધાર્થ પાઠક સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

સુરતના કામરેજ વિસ્તારના સુરભી રેસીડેન્સીમાં રહેનાર પ્રતાપ કૈલાશભાઈ જાટે આ ફરિયાદ દાખલ કરી છે. સમગ્ર કૌભાંડમાં અન્ય વિસ્તારમાંથી લોકો બહાર આવે તેવી શક્યતા રહેલી છે. હાજર થવા માટે કોઈ તારીખ મળતી ન હોવાથી કંટાળેલા યુવક દ્વારા ફરીથી પૂછપરછ શરૂ કરવામાં આવતા હતા, જેના કારણે યુવકને એલઆરડી રેન્કનું આઈકાર્ડ મોકલી આપવામાં આવ્યું હતું. તેના અંદર રવિ તેજા ડેપ્યુટી કમિશનર ઓફ ઝોન-5 અમદાવાદ સિટીની સહી રહેલી હતી. જ્યારે આ પાંચ આરોપીઓમાંથી એક આરોપી પોલીસ ભવનમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આ સમગ્ર કેસની તપાસ એસ.ઓ.જીને સોંપવામાં આવી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker