આજે ગાંધીનગર અક્ષરધામ ખાતે 10000 દીપ-માળાના થશે અનોખા દર્શન

દર સોમવારે અક્ષરધામ સંકુલ બંધ રહેતુ હોય છે, પરંતુ આ વર્ષે સોમવારે લાભ પાંચમ આવે છે તેથી સોમવારે પણ મંદિર, સંકુલ હરિભક્તો માટે ખુલ્લુ રહેશે.

આજે દિવાળી રાજ્ય સહિત દેશભરના મંદિરો ઝળહળ રોશની, દીપથી શળગારવામાં આવ્યા છે. પરંતુ ગાંધીનગરમાં આવેલા પ્રખ્યાત સ્વામીનારાયણ મંદિર અક્ષરધામને આજે નિહાળવાનો અનેરા આનંદની અનુભૂતી થશે. કારણ કે, આજે દિવાળીના દિવસથી અક્ષરધામ મંદિરમાં દીપ-માળાના દર્શન શરૂ થશે. આજે મંદિરમાં 10000 દીપના દર્શન થશે.

ગાંધીનગરનું અક્ષરધામ મંદિર વિશ્વ પ્રખ્યાત મંદિર છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આ મંદિરનું નિર્માણ ગુજરાત માટે અનોખી ભેટ સમાન છે. અક્ષરધામ મંદિર ખાતે દરવર્ષે દિવાળીના દિવસે દીપમાળાના દર્શન થાય છે. મોટી સંખ્યામાં હરિભક્તો આજે દર્શન માટે ઉમટી પડશે.

7 નવેમ્બર દિવાળીથી દીપ માળાના દર્શનની શરૂઆત થશે. આજે મંદિરમાં 10000 દીવાના એક સાથે દર્શન થશે. દર્શનનો સમય સાંજે 6.00થી 7.45નો રાખવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, દર સોમવારે અક્ષરધામ સંકુલ બંધ રહેતુ હોય છે, પરંતુ આ વર્ષે સોમવારે લાભ પાંચમ આવે છે તેથી સોમવારે પણ મંદિર, સંકુલ હરિભક્તો માટે ખુલ્લુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે. અક્ષરધામ મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં વોટર શો, સહજાનંદ વન બાગ, આર્ષ રિસર્ચ સેન્ટર આવેલા છે. ત્યાં વિકલાંગો માટે વ્હીલ ચેરની પણ વ્યવસ્થા છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here