Religious

ગણેશજી ની પૂજા કરતી વખતે ના કરો આ ભૂલો, આવી શકે છે મુશ્કેલીઓ

બુધવાર એટલે ગણેશજી નો વાર માનવામાં આવે છે. બુધવારે તેમની પૂજા કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. બધા જ દેવી-દેવતાઓ પહેલા ગણેશજી પૂજા કરવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત તેમની પૂજા-અર્ચનાથી જ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ ભગવાન ગણેશ ને વિઘ્નહર્તા એટલે કે તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરનાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. ગણપતિની પૂજા કરવાથી વ્યક્તિના જીવનના બધા જ સંકટો દૂર થાય છે. આ સાથે જ ધન-સંપત્તિ, બુદ્ધિ, વિવેક, સમૃદ્ધિ વગેરેમાં પણ વધારો થાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તેમની પૂજામાં થયેલ થોડી પણ ભૂલ તમને મુશ્કેલીમાં મુકી શકે છે.

આ વાતોનું રાખો ખાસ ધ્યાન

જે લોકો બુધવારના દિવસે વ્રત રાખે છે અને ગણેશની પૂજા કરે છે. તેમને મીઠાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તેને અશુદ્ધ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા જીવનમાં સંકટ આવી શકે છે. ગણેશજી ની પૂજા ક્યારેય પણ કાળા કપડા પહેરીને ન કરવી જોઈએ. કારણ કે તેને નકારાત્મકતાનો રંગ માનવામાં આવે છે. જ્યારે ગજાનનની પૂજા પીળા, સફેદ કે લાલ રંગનાં કપડાં પહેરીને કરવી જોઈએ.

ગણેશ ચતુર્થીની પૂજામાં કોઈ પણ વ્યક્તિએ વાદળી અને કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં. આવામાં લાલ અને પીળા વસ્ત્રો પહેરવાનું શુભ હોય છે. ગણપતિની પૂજામાં નવી મૂર્તિનો ઉપયોગ કરો. જૂની મૂર્તિનું વિસર્જન કરી દો, ઘરમાં ગણેશજી ની બે મૂર્તિ પણ ન રાખવી જોઈએ.

ભગવાન ગણેશની મૂર્તિની નજીક જો અંધારું હોય, તો તેવા સમયે તેમના દર્શન ન કરવા જોઈએ. અંધારામાં ભગવાનની મૂર્તિના દર્શન કરવા અશુભ માનવામાં આવે છે. ગણેશ ભગવાનની સામે દીવો પ્રગટાવતા સમયે વારંવાર તેની જગ્યા ન બદલો. કારણ કે ઘણા લોકો દીવો જમીન પર સળગાવ્યા પછી તેને સિંહાસન પર રાખે છે અથવા તેની સ્થિતિને બરોબર કરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આમ કરવાથી પૂજાનું કોઈ ફળ મળશે નહીં.

ગજાનનને ભોગમાં અર્પણ કરેલી વસ્તુઓની પૂજા કર્યા બાદ સિંહાસન પર ન રહેવા દો. તેનાથી ઘરમાં ગરીબી આવી શકે છે. પૂજા પછી તેને બીજાને પ્રસાદ તરીકે વહેંચી દો અને તમે પણ ખાઓ. ભગવાન ગણેશને પૂજામાં ક્યારેય પણ તુલસીના પાન ન ચઢાવો. કારણ કે એક વખત તુલસી ગણેશજીને જોઈને તેમના પર મોહિત થઈ ગઈ હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ ગણેશે તેનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. ત્યારે તુલસીએ ગજનેનને બે લગ્ન કરવાનો શાપ આપી દીધો હતો.

લંબોદર ને દુર્વા ઘણા પસંદ હતા કારણ કે એક વખત તેના પેટમાં જલન થઇ હતી. ત્યારે તેને 21 ગાંઠ વાળી દુર્બા આપવામાં આવી હતી. આવામાં પૂજામાં 21 ગાંઠો વાળી દુર્વા જ ચઢાવો. આનાથી ઓછી દુર્વા ચઢાવતા પૂજાને સાર્થક માનવામાં આવશે નહીં.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker