ઓર્ડર મુજબ નવજાત બાળક ઉઠાવનારી ગેંગ ઝડપાઈ, જાણો કઇ રીતે અને કોની સાથે સોદો કરતી હતી આ ગેંગ

છેલ્લા થોડા મહિનામાં યૂપીના શહેરોમાંથી અંદાજે 6 જેટલાં અજાણ્યા કપલ પાસેથી સાંભળવાં મળ્યું હતું કે, તેમના નવજાત બાળકો ગુમ થઈ ગયા છે. તેમ છતાં કોઈ પણ પ્રકારની ખંડણી માંગવામાં આવી નથી, માત્ર બાળકો જ ગુમ થઈ ગયા હતા. છેલ્લા સાત મહિના બાદ પોલીસને જાણકારી મળી હતી કે, બાળકો ગુમ થવા પાછળ એક ગેંગ દ્વારા કથિત રીતે યોજના બનાવવામાં આવી રહી હતી.

આ ગેંગ દ્વારા નિઃસંતાન માતા-પિતાઓને શોધી કાઢી તેમને બાળક અપાવવાનો વચન આપવામાં આવતું હતું. ત્યાર બાદ આ ગેંગ કોઈ નવજાત બાળકનું અપહણ કરી લેતું હતું અને નિઃસંતાન માતા-પિતાને 45,000 થી 5 લાખ રૂપિયામાં વેચાણ કરી દેતું હતું. પોલીસ દ્વારા આ ગેંગના આઠ વ્યક્તિઓ સહિત કુલ 16 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 8 લોકો એવાં પણ છે કે જેઓ બાળક ઉઠાવવામાં મદદ કરતા અને બાળકોની ખરીદી પણ કરી હોય. આ તમામ લોકોને પોલીસ દ્વારા જેલ ભેગા કરવામાં આવ્યા છે.

જ્યારે અલીગઢના એસપી કુલદીપ ગુણાવતના એક નામી ચેનલમાં જણાવ્યા અનુસાર, ગેંગના દરેક સભ્યોને તેમનો ભાગ આપવામાં આવતો હતો. તેની સાથે ગેંગમાં સામેલ બબલી, ચાંદની, રેખા, નેહા અને રશ્મિ એવા નિઃસંતાન માતા-પિતાઓની શોધ કરવાનું કામ કરતી હતી જે બાળક ઈચ્છતા હોય. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કેટલાક લોકો દ્વારા મદદ મેળવનારા કપલો પાસેથી માહિતી મેળવી આ ગેંગનો સંપર્ક કરાયો હતો.

ત્યાર બાદ આ ગેંગ કપલ દ્વારા છોકરો કે છોકરી જે પણ માંગ કરવામાં આવે તે અનુસાર બાળક આપવાના બદલે રૂપિયાનો સોદો કરવામાં આવતો હતો. ત્યારબાદ આ ગેંગ દ્વારા નેટવર્ક સક્રિય કરવામાં આવતું અને બાળકોને ઉઠાવવાનો સિલસિલો શરૂ કરવામાં આવતો હતો. બબલીનો ભાઈ અને ઈટાહમાં રહેનાર દુર્યોધન, ગાજીયાબાદમાં રહેનાર અનિલ અને હાથરસમાં રહેનાર શુભમ નવજાતનું અપહરણ કરીને પોતાના જ ઘરમાં રાખતા હતા. ત્યાર બાદ આ ગેંગની મહિલાઓ બાળકને જે તે કપલ સુધી પહોંચાડવાનું કામ કરતું અને સોદો પાર પાડતી હતી. તેમ છતાં, મહિનાઓ સુધી આ ગેંગના ઓપરેશનની કોઈને પણ જાણ થઈ નહોતી.

આ બાબતમાં અલીગઢના એસએસપી કલાનિધી નૈથાની દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગયા રવિવારના રોજ અલીગઢ પોલીસને જાણકારી મળી હતી કે, બાઈક પર આવેલાં ત્રણ વ્યક્તિઓ દ્વારા નવજાતનું અપહરણ કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. ત્યાર બાદ પોલીસ સાથે વોચ રાખવામાં આવી અને બોરના ગામ પાસેથી પસાર થઇ રહેલી ગેંગના ત્રણેય વ્યક્તિને અટકાવી કકડ પૂછપરછ કરવામાં આવી હતી.

આ પૂછપરછ દરમિયાન આ ત્રણેય વ્યક્તિઓએ સ્વીકાર્યું કે, તેઓ બાળકોને ઉઠાવવાનું કામ કરતા હતા. આ ત્રણેય વ્યકિતનાં નામ દુર્યોધન, અનિલ અને શુભમ હતું. ત્યારબાદ પોલીસ દ્વારા એવા દંપતીઓની શોધવામાં આવ્યા કે જેઓએ આ ગેંગ પાસેથી બાળકોની ખરીદી કરી હતી અને કથિત રીતે આ રેકેટમાં સામેલ રહેલા હતા.

અલીગઢના એસએસપી દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે, વેચવા માટે લવાયેલી બે મહિનાની બાળકીનું બબલીના પાડોશીના ઘરેથી રેસ્ક્યૂ કરાઈ હતી. તેની સાથે જ ગાજીયાબાદમાં એક લાખ રૂપિયામાં વેચવામાં આવેલું 9 મહિનાનું બાળક અને 45 હજારથી 5 લાખ રૂપિયામાં વેચવામાં આવેલા બે વર્ષથી નાની ઉંમરના 3 બાળકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા છે. જ્યારે ડિસેમ્બર 2020 માં અપહરણ કરવામાં આવેલ એક બાળકની હજુ જાણકારી મળી નહોતી. જેની શોધખોળ કરવામાં આવી રહી છે. આ બાળકને મુંબઈના નોઈડના એક યુગલને આપવામાં આવ્યું હતું.

Scroll to Top