ગર્દન પર પડેલા કાળારંગના દાગ ને હટાવવા માટે અપનાવો આ ઘરેલું ઉપાય

ગરદનના કાલાપનથી છો પરેશાન, તો આજમાવો આ ઘરેલુ યુક્તિ.લોકો તેમના ચહેરાને ચમકવા માટે કેટલી જાતની ક્રીમ લગાવે છે. કારણ કે તેમનો ચહેરો એકદમ સાફ અને ગોરુ જોવા મળે. પણ કોઈ વાર આપણે આપણી ગરદન પર ધ્યાન આપતા નથી.

જેબે લીધે ગરદન કાળી થઈ જાય છે.જો તમારી ગરદન પણ કાળી છે, તો તેને આસાનીથી ચમકાવી શકાય છે. ગરદને ચમકવા માટે તમે બસ નીચે આપેલી યુક્તિઓને અપનાવો. આ યુક્તિની મદદથી તમારી ગરદનનું કાલાપન દુર થઇ જશે અને ગરદન એકદમ સાફ થઈ જશે. ગરદનનું કાલાપન દુર કરવા માટે આજમાવો આ યુક્તિઓ.

લીંબુ લગાવો.

લીંબુનો રસ ગરદન પર લાગવાથી તેનું કાલાપન દુર થઇ જશે.તમે એક લીંબુ સરખા તીરે નિચોડી દો. અને આ લીંબુના રસમાં થોડો ગુલાબજળ ઉમેરી અને મિશ્નણ તૈયાર કરી લો. આ મિશ્રણને તમારી ગરદન પર લગાવી દો અને સારી રીતે સુકાવા દો. જ્યારે તે સુકાઈ જાય તો તમે કપડાંની મદદથી ગરદન સાફ કરી લો.એક અઠવાડિયુ દરરોજ લીંબુનો રસ ગરદન પર ખસવાથી તમારી ગરદનમાં નિખાર આવી જશે.અને તમારી ગરદન ગોરી થઈ જશે.

મધ.

મધની મદદથી ગરદનને ચમકાવી શકાય છે.તમે બે ચમચીની મધની અંદર થોડી હળદર મેળવી દો.અને એક પેસ્ટ તૈયાર કરી લો.આ પેસ્ટને પોતાની ગરદન પર લગાવી દો.આ પેસ્ટને 15 મિનિટ સુધી ગરદન પર લગાવી રાખો અને જ્યારે તે સુકાઈ જાય ત્યારે થોડા ગરમ પાણીથી ગરદનને સાફ કરી લો.તમારી ગરદન પર કાલાપન દુર થઇ જશે.અને તમારી ગરદન ચમકવા લાગશે.

બેસન.

તમે બે ચમચી બેસનની અંદર દહી મેળવી લો.અને એક પેસ્ટ તૈયાર કરી લો.આ પેસ્ટને ગરદન પર લગાવી દો.અને 15 મિનિટ પછી પાણીથી ગરદનને સાફ કરી લો.તમારી ગરદનના કાલાપન દુર થઈ જશે.આ પેસ્ટને ખાલી 3 દિવસ લાગવાથી તમારી ગરદન એકદમ સાફ થઇ જશે.

કાકડી.

કાકડીના રસનું મદદથી પણ ગરદન સાફ થઇ શકે છે.તમે કાકડીના રસની અંદર થોડું લીંબુનો રસ મિલાવી લો અને આ મિશ્રણને તમારી ગરદન પર લગાવી લો.રોજ નાહતા પહેલા લીંબુ અને કાકડીના આ મિશ્રણ પોતાની ગરદન પર લગાવીને ધીમે હાથ થી થોડું ઘસો.તમારી ગરદન એકદમ ચમકી જશે અને ગોરી થઈ જશે..

હળદર.

હળદરનો ઉપયોગ પ્રાચીન સમયમાં ખૂબ થતો હતો.અને આને ચેહરા માટે ઉત્તમ માનવામાં આવે છે.આજ પણ કેટલાક લોકો સુંદર ત્વચા મેળવવા માટે પણ કરે છે.ચેહરાના જેવી જ તમે હળદરને પણ ગરદન પર લગાવી શકો છો.હળદરને ગરદન પર લગાવાથી ગરદન સાફ થઈ જાય છે.અને ગરદન પર જામેલું કાલાપન દુર થઈ જાય છે.હળદરનો પેસ્ટ તૈયાર કરવા માટે તમે દહીની અંદર બે ચમચી હળદર નાખી દો.અને આ પેસ્ટને લગાવી લો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top