Religious

શું ખરેખર ભૂત-પ્રેત હોય છે ?ગરુડ પુરાણમાં છુપાયેલો છે આ રહસ્યનો જવાબ

આ સવાલ પર દુનિયામાં ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે પરંતુ સાચો જવાબ આજ સુધી મળી શક્યો નથી. લોકો કહે છે કે મૃત્યુ પછીનું જીવનનો અહેસાસ ત્યારે જ થઈ શકે છે જ્યારે મનુષ્ય પોતે શરીર છોડી દે. જો કે, એ પણ સત્ય છે કે જો કોઈ વ્યક્તિ એકવાર મૃત્યુ પામે છે, તો તે મૃત્યુ પછીના જીવનના અનુભવનું ક્યારેય વર્ણન નથી કરી શકતો.

જો તમે પણ ભૂત-પ્રેતનાં અસ્તિત્વ વિશે જાણવા માંગતા છો, તો તમારે ગરુડ પુરાણ (Garuda Purana) વાંચવું જોઈએ. આ પુરાણમાં જીવાત્મા,પ્રેતાત્મા અને સૂક્ષ્મત્મા વચ્ચેનો તફાવત પણ જણાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, મૃત્યુ સમયે અને તે પછીની પરિસ્થિતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ ભૂત-પ્રેતો (Ghost) કે વિશે ગરુડ પુરાણમાં શું કહેવામાં આવ્યું છે.

ભૂત-પ્રેતો ની હોય છે શ્રેણીઓ

ગરુડ પુરાણ (Garuda Purana) અનુસાર, જ્યારે આત્મા ભૌતિક શરીરમાં વાસ કરે છે, ત્યારે તેને જીવાત્મા કહેવામાં આવે છે. સૂક્ષ્મત્મ શરીરમાં પ્રવેશ કરે ત્યારે તેને સૂક્ષ્મત્મા કહેવાય છે. જ્યારે, વાસના અને ઇચ્છામય શરીરમાં પ્રવેશ કરવા પર, તેને પ્રેતાત્મા કહેવામાં આવે છે. આ ભૂતો-પ્રેતો (Ghost) ની પોતાની શ્રેણીઓ હોય છે. જેને યમ, શાકિની, ડાકિની, ચૂડૈલ, ભૂત, પ્રેત, રાક્ષસ અને પિચાશ કહેવામાં આવે છે.

ધર્મ શાસ્ત્રોમાં 84 લાખ યોનિઓનો ઉલ્લેખ છે. તેમાં પશુ-પક્ષીઓ, મનુષ્યો, વનસ્પતિ-છોડ અને જંતુઓ અને જીવાત વગેરેનો સમાવેશ થાય છે. આમાંના મોટાભાગના યોનિઓમાં, શરીર છોડ્યા પછી આત્માઓ અદ્રશ્ય ભૂત-પ્રેત યોનીમાં જતી રહે છે. તે જોઈ શકાતી નથી પરંતુ તે શક્તિશાળી પણ હોતી નથી. જયારે, કેટલીક પુણ્ય આત્માઓ તેમના સારા કર્મોના આધારે ફરીથી ગર્ભધારણ કરી લે છે.

અકાળે મૃત્યુ પામનાર બને છે ભૂત?

ગરુડ પુરાણ (Garuda Purana) માં કહેવામાં આવ્યું છે કે હત્યા, અકસ્માત, હત્યા, આત્મહત્યા એટલે કે સમય પહેલા અકાળે મૃત્યુ પામનાર આત્માઓએને ભૂત (Ghost) બનવું પડે છે. આ સાથે જ સંભોગસુખ થી પ્રેમ, ક્રોધ, દ્વેષ, લોભ, વાસના, ભૂખ, તરસથી મૃત્યુ પામેલાઓની આત્માઓ પણ અસંતોષ થઈને દુનિયાને છોડી દે છે. તેથી તેમને પણ ભૂત-પ્રેત બનવું પડે છે.

ભટકતી રહે છે અસંતુષ્ટ આત્માઓ

આવી આત્માઓને સંતોષ અને મોક્ષ આપવા માટે ધર્મ ગ્રંથોમાં-શાસ્ત્રોમાં (Astrology) ઉપાયો જણવવામાં આવ્યા છે. તેમના માટે તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. આનાથી અકાળ મૃત્યુ અથવા અસંતોષને કારણે, મૃતકોની આત્માઓ સંતુષ્ટ થાય છે અને તે ભૂત-પ્રેત (Ghost) ના બંધન માંથી મુકત થઈને મોક્ષમાં જાય છે. આવી અસંતુષ્ટ આત્માઓની મુક્તિ માટે વ્યવસ્થા ન કરવામાં આવે તો તે ભટકતી રહે છે, જેની અસર પરિવારની સુખ અને શાંતિ પર પણ પડે છે.

નોંધ: આ લેખમાં આપવામાં આવેલ સૂચનાઓ સામાન્ય માહિતી અને ધારણાઓ પર આધારિત છે. સમાચાર તેની પુષ્ટિ કરતુ નથી.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker