પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના બોપલ શીલજ કેનાલ પાસે ડ્રેનેજ લાઈનમાં કામ ચાલી રહ્યું હતુ. તે દરમિયાન 3 મજૂરો ગટરમાં કામ કરવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન બે મજૂરોનાં મોત થયા જ્યારે એક વ્યક્તિની શોધવાની કામગીરી ચાલી રહી છે.
ડ્રેનેજ લાઈન સફાઇ કરવા આ મજુરો ગટરમાં ઉતાર્યા હતા ત્યાર બાદ અંદર ગૂંગણામળને કારણે આ કામદારોના મોત થયા હોવાનું સામી આવી રહ્યું છે.
જ્યારે એ પણ જાણકારી સામે આવી છે કે, યોગી કન્સ્ટ્રકશન નામની કંપની ગટર લાઈનનું કામ કરે છે જેના માલિક સંકેત પટેલ રહેલ છે. યોગી કન્સ્ટ્રકશને પણ એક પેટા કોન્ટ્રાક્ટરને આ કામ સોપવામાં આવ્યું હતું પણ એક મજૂર ગટરનું કામ કરતા અંદર બેભાન થઈ ગયો હતો ત્યાર બાદ એકને બચાવવા જતા બીજા બે મજૂર ઉતર્યા અને ત્રણેયના મોત થઈ ગયા હતા.