Cricket

કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માની બેટિંગને લઈને ગૌતમ ગંભીરનું ગંભીર નિવેદન….

ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે રોહિત શર્માના પ્રદર્શનની પ્રશંસા કરી છે. તેણે કહ્યું કે ફુલ ટાઈમ કેપ્ટન બન્યા બાદ રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સામેની ટી-20 સીરીઝમાં જે પ્રકારની બેટિંગ દેખાડી છે તે શાનદાર છે. રોહિત શર્માએ ખૂબ જ ખુલીને બેટિંગ કરી છે અને ગૌતમ ગંભીર તેની સ્ટાઈલથી ખૂબ જ ખુશ છે. રોહિત શર્માએ આ શ્રેણીમાં 2 અડધી સદીની મદદથી 159 રન બનાવ્યા હતા.

સ્ટાર સ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ગૌતમ ગંભીરે રોહિત શર્માના પ્રદર્શન વિશે કહ્યું, તે સારી વાત છે કે ફુલ ટાઈમ કેપ્ટન તરીકે તે આ પ્રકારની ઈનિંગ્સ બતાવી રહ્યો છે. તે જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તે ભારતીય ટીમ માટે એક મોટો સકારાત્મક સંકેત છે. કારણ કે ક્યારેક એવું બને છે કે સુકાનીપદ મળ્યા પછી તમે થોડા દબાણમાં દેખાશો અને એવી બેટિંગ કરવામાં નિષ્ફળ જાઓ છો પરંતુ રોહિત શર્મા સાથે એવું જોવા મળ્યું નથી.

ગંભીરે આગળ કહ્યું, તે પહેલા પણ કેપ્ટનશીપ કરી ચુક્યો છે પરંતુ તે સમયે તે ટીમનો ફુલ ટાઈમ કેપ્ટન નહોતો. આ શ્રેણીમાંથી તેની પરિપક્વતા બહાર આવી છે અને તેણે આ શ્રેણીમાં જે કર્યું છે તેમાં આશ્ચર્યજનક કંઈ નથી. જોકે, મને સૌથી વધુ પ્રભાવિત કરનારી વાત એ હતી કે ફુલ ટાઈમ કેપ્ટન હોવા છતાં તે ખૂબ જ ખુલ્લેઆમ રમ્યો છે.

રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રણેય મેચમાં ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. પાવરપ્લેનો પૂરો ફાયદો ઉઠાવતા રોહિત શર્માએ ઝડપી ઇનિંગ્સ રમીને શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. આ જ કારણ છે કે રોહિત શર્માને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમ આગામી મેચોમાં પણ તેની પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખી રહી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker