હાર્દિક પટેલ અને તેના સાથીઓ નિકોલ પહોંચે તે પહેલા જ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો. જ્યારે બીજી તરફ હાર્દિક પટેલના ઘરે ક્રાઇમ બ્રાંચ ટીમ પહોંચી ગઇ હતી. પોલીસ દ્વારા હાર્દિક પટેલના 100થી વધુ સાથીઓની અટકાયત કરવામાં આવી હતી અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાસના કાર્યકરો સહીત મહિલા કન્વીનર ગીતા પટેલને પોલીસ પકડી ગઈ હતી.
ગીતા પટેલ મીડિયા સાથે વાત કરતા હતા ત્યારે પોલીસ આવી પહોંચી અને તેમને ખેંચીને લઈ ગઈ હતી. જુઓ વિડીયો.