જો તમારે પણ ઝડપથી વજન ઓછું કરવું હોય તો સાત દિવસ સુધી ફોલો કરો આ ડાયટ પ્લાન્સ, ચાર કિલો જેટલું વજન સરળતાથી ઓછું થઈ જશે. વજન ઓછું કરવું તે સરળ કામ નથી, એટલે જ મેરેજ હોય કે બીજું કોઈ ફંક્શન તેના થોડા દિવસ પહેલા યુવતીઓ ડાયટિંગ અને એકસ્ટ્રા વર્કઆઉટ કરવાનું શરૂ કરી દે છે. જેથી તે ફિટ લાગે અને કપડામાં તેનું ફિગર સારૂ લાગે.
બપોરના ભોજનમાં બે નાની વાટકી શાકભાજી નાંખીને બનાવેલા દલિયા ખાઓ. લીલી શાકભાજી અને દલિયામાં રહેલા ફાઈબરથી પેટ ભરાઈ જશે. ચા પીવાની ઈચ્છા થાય તો ગ્રીન ટી પીવો. રાતના ખાવામાં માત્ર દૂધ અને દલિયા ખાવા. સવારે વહેલા ઊઠી એક ગ્લાસ ગરમ પાણી પીઓ ગરમ પાણીથી પેટ સાફ થવાની સાથે-સાથે પેટની ચરબી ઓછી પણ થઈ જશે. સવારના નાશ્તામાં એક ગ્લાસ દૂધ અને બે ટેબલસ્પૂન ઓટ્સ અથવા કોર્નફ્લેક્સ ખાઓ.દિવસની શરૂઆત પાણીથી જ કરો.
જે બાદ તમે ઈચ્છો તો ગરમ બ્લેક ટી અથવા ગ્રીન ટી પી શકો છો. નાશ્તામાં લીલા શાકભાજીમાંથી બનાવેલો સૂપ પીઓ. બપોરે ઘઉંમાંથી બનેલી બ્રેડ ખાઈ શકો છો તેની સાથે તમે સૂપ પણ લઈ શકો. સાંજે ચા પીવાની ઈચ્છા થાય તો ગ્રીન ટી પી શકો છો. ડિનરમાં શાકભાજીના સ્ટફિંગવાળી સેન્ડવિચ ખાઈ શકો છો. બ્રેડ ઓટ્સ અથવા ઘઉંમાંથી બનેલી હશે તો વધારે સારૂ રહેશે.
કોઈ પણ ફૂડ ખાઓ તેમાં ખાંડનો ઉપયોગ ન કરો. આ ડાયટ પ્લાન્સને ફોલો કરવાની સાથે-સાથે રોજ 30 મિનિટ એક્સર્સાઈઝ પણ કરો. બ્રેકફાસ્ટ કે લંચ ક્યારેય સ્કિન ન કરો, નહીં તો તેનાથી શરીરમાં નબળાય આવી જશે.
આ ડાયટ પ્લાન ફોલો કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી. દરેક વ્યક્તિનું શરીર સરખું હોતું નથી. કેટલાક લોકો આ ડાયટ પ્લાનથી 4 કિલો કરતા ઓછું વજન કરી શકે છે તો કેટલાક લોકો ત્રણ કિલો વજન ઘટાડી શકે છે.