ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, દિવાળી ટાણે દ.ગુજરાતમાં છવાયું વાદળછાયું વાતાવરણ.

અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમનાં કારણે આજે સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે. જેના કારણે આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમનાં કારણે આજે સવારથી જ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.

હવામાન વિભાગે જણાવ્યાં પ્રમાણે શહેરનું તાપમાન 32.8 ડિગ્રી અને લધુત્તમ તાપમાન 25.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79 ટકા અને સાંજે 61 ટકા રહ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધતાં રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં તાપમાન ગગડતાં ગરમી ઘટી છે.

હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર જામનગર, કચ્છ, દ્રારકા થશે અમરેલી, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હાલમાં ખેડૂતો શિયાળુ પાકની તૈયારી કરતાં હોય ત્યારે ખેડૂતોના માથે ફરી ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. આ પહેલા લીલા દુષ્કાળને કારણે પણ ઘણો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે હવામાન વિભાગ દ્રારા દાહોદ, નવસારી, ડાંગ, મહીસાગર તાપી ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં વરસાદની અસર રહેશે. તેવી આગાહી કરવામાં આવી છે. તો આજે સુરત નવસારી વલસાડ તાપીમાં મેઘરાજા પધરામણી કરે તેવી વકી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top