ઘાસનો પુલ જે 600 વર્ષોથી લોકો માટે આવવા જવાનું સાધન છે, જુવો તસવીરો..

પેરુના કુસ્કો નામના વિસ્તારમાં અપુરીમેક નદી છે, જેના પર એવો બ્રિજ બન્યો છે, જેને દર વર્ષે રિપેર કરવામાં આવે છે. તેને ઘાસનો પુલ પણ કહેવામાં આવે છે કારણ કે દર વર્ષે જુના પુલને બદલે ઘાસનો નવો પુલ બનાવવામાં આવે છે. આને ઈન્કા રોપ બ્રિજ કહેવામાં આવે છે, કારણ કે તેનો ઉપયોગ ઇન્કા માર્ગો અને પુલ બનાવવા માટે પહેલી વાર કર્યા હતો.

ઈન્કા એ દક્ષિણ અમેરિકાના મુળ અમેરિકનો (રેડ ઇન્ડિયન જાતિ) ની પેટા જાતિ હતી. ઈન્કા વહીવટ વિશે એવું કહેવામાં આવે છે કે તેમના રાજ્યમાં અસલ સમાજવાદ હતો અને સરકારી કર્મચારીઓનું પાત્ર ઘણું સારૂ હતું.

600 વર્ષોથી આવવા જવાનું સાધન છે.

જો વાત કરીએ ઘાસના પુલની તો આ પુલ જાડા દોરડાની મદદથી હવામાં અટકી રહ્યો છે. ઘાસનો બ્રીજ 600 વર્ષોથી પણ લોકોના અવરજવરનું એક સાધન છે. ઈન્કા નેટવર્કનો એક ભાગ ઇન્કા સામ્રાજ્યના શહેરો અને નગરોને જોડે છે. તે જ સમયે, યુનેસ્કોએ તેને વર્ષ 2013 માં વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કર્યું હતું.

જુના પુલની જગ્યાએ નવા પુલ બનાવવાની પરંપરા પેઢી દર પેઢી ચાલી રહી છે, જેમાં યુવાનો ભેગા થઈને ઘાસમાંથી દોરડા બનાવે છે અને એક તરીકે પુલને વણાટ કરે છે. પરંપરાના અનુસાર, ઘાસનો પુલ બનાવવામાં ખાલી મર્દ જ ભાગ લે છે અને મહિલાઓ નદીના બંને કાંઠે બેસીને નાના દોરડાઓનો વણાટ કરે છે.

ખાલી મર્દ જ કરે છે કામ.


કામના પહેલા દિવસે, બધા માણસો જુના પુલ નીચે ભેગા થાય છે અને નાના દોરડાથી મોટા દોરડા બનાવે છે. મુખ્ય બ્રિજ 6 મોટા દોરડાથી બનાવવામાં આવ્યો છે. આ દોરડાં એક ફુટ મોટી હોય છે,જેને 120 પાતળા દોરડાઓથી બનાવવામાં આવે છે. જેના લીધે સ્થાનિક મજબુત ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કોયા ઇચુ તરીકે ઓળખવામાં આવે છે. તેઓને પહેલા પત્થરોથી મારવામાં આવે છે અને પછી પાણીમાં પલાળવામાં આવે છે, જેથી તેઓ નરમ અને વણાટવામાં સરળ બને.

આ કામમાં રોકાયેલા લોકોને સ્વાદિષ્ટ ખોરાક આપવામાં આવે છે, જેમાં ચિકન, ગિની ડુક્કરની વાનગી અને ટ્રાઉટ માછલીઓથી બનેલી વાનગી હોય છે. નવો પુલ બન્યા પછી, જુના પુલની દોરડાઓ કાપી નાખવામાં આવે છે,તે નદીમાં પડી જાય છે, જ્યાં તે ધીમે ધીમે નાશ થાય છે. છ મોટા દોરડાઓમાંથી, ચાર દોરડાઓ બ્રિજના ફર્સનું કામ કરે છે અને બાકીના 2 હાથ સહાય માટે હોય છે. આ તમામ દોરડાઓને ભારે પથ્થરોથી નદીની બંને બાજુ સારી રીતે બાંધવામાં આવ્યા છે. આ દોરડાઓ બાંધવામાં આખો દિવસ લાગી જાય છે.

ત્રીજા દિવસે આ મુખ્ય દોરડાઓ પાતળા દોરડાથી વણાટવામાં આવે છે અને આ કામ માટે, તે લોકોને લગાવવામાં આવે છે. આ રીતે દોરડા અને ફર્સના દોરડા હાથથી દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેથી લોકો ઘાસના પુલનો સલામત રીતે ઉપયોગ કરી શકે.

ઉત્સવના રૂપમાં આ કામ પૂરું કરવામાં આવે છે.

પુલ બનાવવાની આખી પ્રક્રિયામાં, કોઈ પણ આધુનિક સામગ્રી અથવા મશીનનો ઉપયોગ થતો નથી, ફક્ત આ પુલ ઘાસ અને માસણની શક્તિ દ્વારા જ બનાવવામાં આવે છે. આ પુલને વર્ષમાં એકવાર બનાવવામાં આવે છે અને ચોથા દિવસે ખાવાનું અને સંગીતના પ્રોગ્રામ તરીકે ઉત્સવ મનાવવામાં આવે છે,જો કે આમ જુનના બીજા રવિવારે આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top