ઘોર કળયુગ, ખંભાતનાં નરાધમ યુવકે બેસતા વર્ષના દિવસે જ 8 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાંખી

જ્યારે એકલું ખંભાત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત જ્યારે નવા વર્ષની સવાર ને લઈને ઉત્સાહિત હતું ત્યારે એક બાજુ ખંભાત ના એક નરાધમ યુવક ના મનમાં કંઈક અલગજ વિચારધારણા ચાલી રહી હતી.એક તરફ દિવાળીના તહેવારોની મોસમ છે.

બીજી તરફ ખંભાત રૂરલપોલીસ મથકની હદમાં આવેલા કાનીશા ગામે આઠ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ કરી હત્યા કરી લાશને કાસમાં ફેંકી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે.સમગ્ર ઘટનામાં ખંભાત રૂરલ પોલીસે બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે જાણવા મળ્યું છે કે આ નરાધમ એ ફૂલ જેવી બાળકી ને દારૂખાનું આપવાની લાલસા આપી હતી

ખંભાત તાલુકામાં આવેલું એક ગામ કાનિશા ગામે ગત દિવસો માં જ્યારે લોકો નવા વર્ષના દિવસ ને માણી રહ્યાં હતાં ત્યારે આ નરાધમ દારૂ ના નશામાં હતો અને તેના વિચારો પણ લોકો પ્રત્યે ખરાબ થતાં હતાં.દરેક ગામની જેમ આ ગામમાં પણ નાના ફુલકાઓ, બાળકો ગામમાં મંદિરે ફરી વડીલો સાથે મોજ મસ્તી કરી આનંદ વ્યક્ત કરી રહ્યા હતા.પરંતુ આ બધું એક નરાધમ થઈ જોયું ન જવાતું હતું.

અગાવથીજ પોતાની અંદર નાપાક વિચારી ભરી ફરતો આ યુવક યુવતીઓ પર તો નજર બગાડતોજ હતો પરંતુ આ વખતે તે તો તેણે હદ પાર કરી દીધી હતી.આ દિવાળીના તહેવાર એક એવી ઘટના બનતા સમગ્ર તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો.

કાનિશા ગામની ધોરણ ત્રણ અભ્યાસ કરતી બાળકીને દારૂખાનું આપવાની લાલચ આપી ગામના એક નરાધમો દ્વારા બાળકીને પટાવી ફોસલાવી એક કાસ નજીક લઇ દુષ્કર્મ કરી તેની હત્યા કરી તેની લાશને કાસમાં ફેંકી ફરાર થઇ ગયા હતા.દારૂ ના નશામાં હોવાથી તેઓ સુ કરી રહ્યાં જાણે તેનું તેમને ભાનજ ના હતું. ફૂલ જેવી નાની ફુલકી જેણે હજુ દુનિયા શું છે તેજ નથી ખબર તે ફુલકી સાથે આ નારાધમે ના કરવાનું કર્યું.

બાળકી જ્યારે અન્ય બાળકોને જેમ જ રમતી હતી ત્યારે આ નારાધમે તેને દારૂખાનું આપવાની લાલસા જગાળી.માશૂમ બાળકી ને શુ ખબર કે જેને તે સારો ઘણે છે તેજ હેવાન નિકળશે.ગત રોજ નવા વર્ષ પર્વમાં બાળકી બપોર સુધી ઘરે ન આવતા મા-બાપ તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી હતી. તે દરમિયાન ગામના અમુક લોકો દ્વારા નરાધમ સાથે હોવાની માહિતી મળતા નરાધમ યુવક નશાની હાલતમાં ઘટના સ્થળ નજીક મળી આવ્યો હતો.

ત્યારબાદ નરાધમ યુવક સાથે અન્ય એક શકમંદ પકડીને ખંભાત રૂરલ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.સમગ્ર ગ્રામજનો દ્વારા શોધખોળ કરતા કરતા બાળકીની લાશ અવાવરું જગ્યાએ તાપસ કરતાં કાસ બાળકીની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી.સમગ્ર ઘટના બાદ સમગ્ર પંથકમાં હાલ આવા દુષ્કર્મ કરનાર આરોપીને ફાંસી આપવાની માંગ ઉઠવા પામી છે.આવા નરાધમો ને જીવવા નો કોઈ અધિકારજ નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top