આજના જમાનામાં પૈસા કમાવવા ખૂબ જ અઘરુ છું. પણ પૈસા કમાવાની રીત વિશે તમે જાણતા હોવા જોઈએ. ઘણા લોકો સાઈડ હસલના નામ પર આકરી મહેનત કરતા હોય છે. પણ તેમને પૈસા ઓછા મળે છે અથવા મળતા નથી. પણ અમુક લોકો અજીબોગરીબ વસ્તુઓ કરીને પણ પૈસા કમાઈ લેતા હોય છે. હાલમાં એક છોકરીની ખૂબ ચર્ચા છે. જે ફક્ત પોતાના પગની તસવીર ખેંચીને પૈસા કમાય છે. તેની સાથે જ તે પોતાના પગથી અજાણ્યા પુરુષોના નામ લખીને કાગળ વેચીને પણ મોટી કમાણી કરે છે. જ્યારે આપ મહિલાની કમાણી જાણશો,તો ચોંકી જશો.
ડેઈલી સ્ટાર ન્યૂઝ ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ દ ટો ગેલેરી એક અજાણી યુવતીનું અકાઉન્ટ છે, જેણે પૈસા કમાવવા માટે અજીબોગરીબ રીત શોધી કાઢી છે. આ છોકરીએ પોતાના વીડિયો દ્વારા તે પોતાના પગના ફોટોઝ અને વીડિયો વેચીને પૈસા કમાય છે. હકીકતમાં જોઈએ તો, તે પોતાના પગથી કાગળ પર નામ લખે છે. અને પછી આ કાગળ પુરુષોને વેચે છે. લોકો તેના માટે મોં માગ્યા રુપિયા આપવા તૈયાર થઈ જાય છે.
પગથી ડિઝાઈન બનાવીને વેચે છે છોકરી
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, આ કામ માટે 25 ડોલરથી લઈને 600 ડોલર સુધી મળી જાય છે. એક વીડિયોમાં છોકરીએ જણાવ્યું કે, તે આ રૂપિયાથી પોતાના સ્ટૂડેંટ્સની લોન ચુકવી રહી છે. સાથે જ તે પોતાના ઘરનું ભાડૂ પણ આ રુપિયાથી ચુકવે છે. એક ફોટોમાં તે લેસ્ટરનું નામ લખી રહી છે. આ ઉપરાંત તે નેલ પોલીસથી પણ કાગળ પર નામ લખીને વેચે છે.