આ ખેલાડીની ગર્લફ્રેન્ડ જીવે છે ખૂબ જ લક્ઝુરિયસ લાઈફ, દર મહિને બોયફ્રેન્ડ આપે છે 82 લાખ રૂપિયા ‘સેલરી’

ફેમસ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ પોતાની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રિગ્ઝના કારણે હેડલાઈન્સમાં રહે છે. રોનાલ્ડોની ગણતરી વિશ્વના સૌથી અમીર ખેલાડીઓમાં થાય છે. એક રિપોર્ટ અનુસાર, તમે રોનાલ્ડોની લક્ઝરી લાઈફનો અંદાજ આ રીતે પણ લગાવી શકો છો કે તે પોતાની ગર્લફ્રેન્ડને ખર્ચ માટે દર મહિને 80 લાખ રૂપિયાથી વધુ આપે છે.

આ એક નિશ્ચિત રકમ છે, બ્રિટિશ મીડિયા તેને ‘સેલરી’ તરીકે જણાવે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જ્યોર્જીના રોડ્રિગ્ઝને ‘બાળકની સંભાળ અને અન્ય ખર્ચાઓ’ માટે દર મહિને 83,000 પાઉન્ડ (રૂ. 82 લાખથી વધુ) ચૂકવવામાં આવે છે.

વ્યવસાયે મોડલ છે જ્યોર્જીના

તમને જણાવી દઈએ કે જ્યોર્જીના વ્યવસાયે મોડલ છે. તે ઘણી મોટી બ્રાન્ડ્સની જાહેરાતોમાં પણ જોવા મળી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 36.6 મિલિયન ફોલોઅર્સ છે. તેના ફોટા પર લાખો ચાહકો પ્રતિક્રિયા આપે છે. હાલમાં જ જ્યોર્જીના પર બનેલી ડોક્યુમેન્ટ્રી ‘I Am Georgina’ માં તેના જીવનના તમામ પાસાઓ વિશે વાત કરવામાં આવી છે.

જ્યોર્જીના 6 વર્ષથી રોનાલ્ડોની સાથે છે

થોડા સમય પહેલા એવા સમાચાર પણ આવ્યા હતા કે રોનાલ્ડોએ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિનાને 1.5 કરોડની કાર ગિફ્ટ કરી છે. રોનાલ્ડો અને જ્યોર્જીના વૈભવી જીવનશૈલી જીવે છે. તેની એક ઝલક જ્યોર્જીનાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જોઈ શકાય છે. જ્યોર્જીના અને રોનાલ્ડો 2016 થી સાથે છે.

જ્યોર્જીના વૈભવી જીવન જીવે છે

અહેવાલ મુજબ, એક સમયે સ્ટોરમાં કામ કરતી જ્યોર્જીનાની જિંદગી રોનાલ્ડો સાથે જોડાયા પછી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. જ્યોર્જીના 48 કરોડના આલીશાન પેલેસમાં રહે છે, 55 કરોડની યાટમાં મુસાફરી કરે છે તેમજ બુગાટી, રોલ્સ રોયસ અને ફેરારી જેવી લક્ઝરી કારમાં ફરે છે.

જ્યોર્જીના દુકાનમાં કામ કરતી હતી

જ્યોર્જીના 2016માં રોનાલ્ડોને મળી હતી. પહેલા જ્યોર્જીના એક દુકાનમાં કામ કરતી હતી અને તેનો પગાર હજાર રૂપિયા હતો. એ સમયે રોનાલ્ડો સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ તરફથી રમતા હતા. હવે તે રોનાલ્ડો સાથે તેના ગલ્ફસ્ટ્રીમ G-20 પ્લેનમાં મુસાફરી ફરે છે.

Scroll to Top