મિત્રો આજે એક નવો જ વિષય પર અમે તમને માહિતી જણાવીશું સ્ત્રી ઓ છોકરીઓ અમુક વાર એ વું કહે છે એને નિપ્પલ માં ઘણો દુખાવો થાય છે. તો આવો જાણી એ કેમ એ દુખાવો થાય છે અને સુ ઉપાય થી તેને મટાડી શકાય.
1. નિપ્પલમાં દુખાવો થવો.
આમતો સ્ત્રીઓને નિપ્પલમાં પેઈન થવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે. પરંતુ ક્યારેક આ પીડા સાબુની એલર્જી, અયોગ્ય બ્રાના ફિટિંગના કારણે થતી હોય છે. તથા ઉંધા સુઈ જવાથી પણ થતી હોય છે.
પિરિયડ્સ, પ્રેગનેન્સી અથવા બ્રેસ્ટ ફિડિંગ દરમિયાન નિપ્પલમાં પીડા થતી હોય છે. નિપ્પલમાં થતી પીડા દરેક ગર્લ્સ માટે એક સરખી નથી હોતી. ક્યારેક કેન્સર અથવા ઈન્ફેક્શનના કારણે પણ નિપ્પલમાં પીડા થતી હોય છે. આવી પીડા થવા પાછળનુ ચોક્કસ કારણ ડૉક્ટર જ જણાવી શકે છે પણ અહીં આપવામાં આવેલી વિગતો પણ તમારા માટે ખુબજ ઉપયોગી સાબિત થઈ શકે છે.
2. ઘર્ષણના કારણે પીડા થવી.
અગાવ પણ તમને જણાવ્યું તેમ નિપ્પલ માં પીડા થવાના ધણા કારણો છે તે પૈકી નું એક કારણ ઘર્ષણ છે. નિપ્પલમાં પીડા થવાનું સૌથી સામાન્ય કારણ છે ઘર્ષણ. નિપ્પલ કપડા સાથે કે પછી બ્રા સાથે ઘસાવાના કારણે પીડા થતી હોય છે.
સ્પોર્ટ્સ એક્ટિવિટિ જેવી કે, દોડવું, સર્ફિંગ કે બાસ્કેટ બોલ રમવા દરમિયાન કપડા સાથે નિપ્પલ ઘસાવાના કારણે તેમાં પેઈન થતો હોય છે. એક્સર્સાઈઝ દરમિયાન પણ આમ થતું હોય છે. સર્જિકલ ટેપનો ઉપયોગ કરીને કરીને નિપ્પલ અને કપડાં વચ્ચે થતા ઘર્ષણને રોકી શકાય છે. જેટલું બને તેટલું તમે ઘર્ષણ ને રોકી રાખશો તો પીડા ઓછી થાય છે.
3. ઇન્ફેકશનના કારણે પીડા થવી.
તમે જાણો છો કે ઇન્ફેકશન એ વાયરસ થી થાય છે અને તે ખૂબ ઝડપ થી ફેલાય છે. તેવા માં શરીર નો સૌથી નાજુક ભાગ એટલે કે નિપ્પલ. આ નાજુક ભાગની ખુબજ કાળજી રાખવી જોઈએ નિપ્પલ પર કોઈ ઈજા, એલર્જી કે ચીરા પડ્યા હોવાના લીધે પણ સખત પીડા થતી હોય છે.
નિપ્પલ પર ચીરા પડ્યા પછી તેમાંથી લોહી નીકળવાના કારણે ઈન્ફેક્શન થતું હોય છે. બ્રેસ્ટ ફિડિંગના કારણે પણ નિપ્પલ પર વધારે જોર પડે છે અને જેના લીધા પીડા થાય છે. યોગ્ય રીતે શરીર સાફ ન રાખવાથી ગંદકીના કારણે ફંગશના કારણે પણ નિપ્પલ પર ઈન્ફેક્શન લાગે છે અને તેના કારણે પીડા થતી હોય છે.
ઘણી વખત પીડાની સાથે નિપ્પલ પર બળતરા પણ થતી હોય છે. પ્રગનેન્સી દરમિયાન દૂધની નળીઓ ભરાવાના કારણે નિપ્પલમાં પીડા થવાની સાથે સોજા પણ ચઢી જતા હોય છે. તથા સમાગમ દરમિયાન વારંવાર નિપ્પલ સાથે છેડછાડ કરવાથી પણ નિપ્પલ માં ઇન્ફેકશન લાગે છે. માટે તેની કાળજી રાખવી જોઇએ.
4. એલર્જીના લીધે પીડા થવી
આમ તો આપણા શરીર ને ઘણા બધા પ્રકારની એલર્જી હોય છે. પરંતુ આપણા શરીર ના ઘણા ભાગમાં એલર્જી ની અસર થતી હોય છે. ત્યારે શરીર માં ઘણા ભાગ એવા પણ હોય છે. કે એલર્જી એ ભાગ પૂર્તિજ અસર દેખાડે છે. એટલે કે એલર્જી એ ભાગ પૂરતી જ છે એ એલર્જી આખા શરીર ની નથી પરંતુ એ ભાગ ની જ છે તેમાં ઘણા નાજુક ભાગો પણ હોય છે.
તે નાજુક ભાગો પૈકી નો એક ભાગ એટલે કે નિપ્પલ નિપ્પલની પીડા અને અણગમો થવા પાછળનું કારણ એલર્જી પણ હોઈ શકે છે. જેમાં નિપ્પલ પર સોજા આવી જતા હોય છે થવા બ્રેસ્ટ સ્વેલિંગના લીધે સખત પીડા થવા લાગે છે.
કેટલીક વખત ખાવાની અમુક વસ્તુઓની અલર્જીના કારણે પણ આમ થતું હોય છે. એલર્જી થવા પાછળના કારણોમાં સાબુ, કપડાનો પાઉડર, બોડી લોશન, કપડાનો પ્રકાર, પરફ્યુમ વગેરે હોઈ શકે છે. જો આવા ઈન્ફેક્શન વિશે દાક્તરી તપાસ બાદ જાણવા મળે તો તે વસ્તુઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સાથે ઈન્ફેક્શન દરમિયાન ઉપયોગી ક્રીમ સાથે રાખવી જોઈએ જેથી પીડાથી રાહત મેળવી શકાય.
5. સેક્સ પણ હોઈ શકે કારણ.
આમ તો સમાગમ ફાયદાકારક ગણાય છે પણ અમુક કેશોમાં સમાગમ હાનિકારક પણ સાબિત થયું છે. સેક્સ્યુઅલ એક્ટિવિટિ પણ નિપ્પલ પેઈનનું કારણ હોઈ શકે છે. આ પ્રકારની પીડા ઘણી વખત ચોક્કસ સમય માટે જ રહેતી હોય છે. આવા સમયે મોસ્ચ્યુરાઈઝર કે નિપ્પલ ગાર્ડ ઉપયોગી થઈ શકે છે. ફોરપ્લે દરમિયાન નિપ્પલ પર વધારે કષ્ટ આવવાથી પણ પીડા થતી હોય છે. સમાગમ દરમિયાન નિપ્પલ ને વધુ પડતી દબાવાથી પણ પીડા થઈ શકે છે.
6. હોર્મોનલ ફેરફારનું કરણ.
આમ તો હોર્મોનસ ના ફેરફાર થી પણ શરીર માં ઘણો બધો ફેરફાર જોવા મળે છે. તેમાં કેટલાક બાહ્ય ફેરફાર હોય છે અને કેટલાક આંતરિક ફેરફસર હોય છે. બાહ્ય ફેરફસરમાં એટલે કે જાતીય અંગો વધવા, શરીર પર ગુપ્ત જગ્યાઓ પર વાળ ઉગવાની શરૂઆત થવી વગેરે.
આંતરિક ફેરફાર એટલે કે ગુપ્ત જગ્યાએ પીડા થવી તેમાંની એક પીડા એટલે કે નિપ્પલ ની પીડા. સામાન્ય હોર્મોનલ ફેરફાર સિવાય તેની સાઈકલમાં ફેરફાર થવાના કારણે પણ પીડા થતી હોય છે. આ સિવાય પિરિયડ્સની શરુઆત અને પિરિયડ્સ દરમિયાન કેટલાક આંતરિક ફેરફારના કારણે પણ નિપ્પલમાં પેઈન થતા હોય છે. આ પ્રકારની પીડા ચોક્કસ સમય માટે જ હોય છે અને તે પછી તે જતી રહે છે.
7. કેન્સર કે અન્ય ગંભીર બીમારી
તમને ખબર જ છે કે કેન્સર એ એક ગંભીર બીમારી છે, કેન્સર દ્વારા આપણાં શરીર ના અમુક ભાગોમાં પીડા થતી હોય છે. ઉપર જણાવેલા નિપ્પલ પેઈનના કારણો સિવાય કેન્સર અથવા બ્રેસ્ટને લગતી કોઈ બીમારીમાં પણ નિપ્પલ પેઈન થાય છે. અમુક પ્રકારના કેન્સર એવા હોય છે કે નિપ્પલ માંથી લોહી કે પરું નીકળે છે. એટલે કે બ્રેસ્ટ કેન્સરના લક્ષણોમાં નિપ્પલમાંથી લોહી કે પરું ડિસ્ચાર્જ થાય છે.
8. શુ સાવધાની રાખવી.
ઉપર જણાવ્યા મુજબ તમારે સ્પોર્ટ્સ એક્ટિવિટી, સેક્સ, પિરિયડ કે પ્રેગ્નેન્સી દરમિયાન સામાન્ય રીતે નિપ્પલમાં પેઈન થતું હોય છે. પણ જો આ પેઈન વગર કારણે થાય તો તેને ગંભીર સંકેત માનીને ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ. કારણ કે કેન્સર કે બ્રેસ્ટને લગતી ગંભીર બીમારીમાં નિપ્પલ પેઈન શરુઆતની નિશાની હોઈ શકે છે. માટે બને તેટલો જલદી ડૉક્ટર કે ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો હિતાવહ છે.
આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું કે દારુ, સિગરેટ, ફાસ્ટફૂડ જેવી ખરાબ આદતોના કારણે પણ નિપ્પલ પેઈન થઈ શકે છે. આવા અમુક પ્રકાર ના વ્યસનો કરવાથી પણ નિપ્પલ માં પીડા થઈ શકે છે. એટલા માટે તમારે કાળજી લેવી જોઈએ અને આવા પ્રકાર ના વ્યસનો થી દુર રહેવું જોઈએ.