કોરોના થયા પહેલા બચાવ માટે અજમાવો આ ઉપાય, આયુષ મંત્રાલયની નવી ગાઇલાઇન જાહેર

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આયુષ મંત્રાલયે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં લોકોને જણાવવામાં આવ્યું છે કે કોરોનાથી કેવી રીતે બચવું અને તેની સારવાર કેવી રીતે કરવી. આવો જાણીએ આયુષ મંત્રાલયની નવી માર્ગદર્શિકા વિશે.

કોરોના પહેલા અટકાવવા માટે
આયુરક્ષા કીટ-

ચ્યવનપ્રાશ 6 ગ્રામ દરરોજ,

આયુષ ક્વાથ (ઉકાળો)

સંસ્મની વટી

અણુ તેલ

કોરોના થતા પહેલા તમે આ 2 દવાઓનો ઉપયોગ કરી શકો છો
ગુડુચી ઘનવટી 500 મિલિગ્રામ દિવસમાં બે વાર

અશ્વગંધા 500 મિલિગ્રામ દિવસમાં બે વાર

કોરોના સામે કેવી રીતે રક્ષણ કરવું

આયુષ 64 – આ દવા એસિમ્પટમેટિક અને હળવા લક્ષણો ધરાવતા દર્દીઓમાં પણ લાભ આપે છે.

કબાસૂર કુડીનીર દવા – 5 ગ્રામ દિવસમાં બે વાર પાણીમાં ઉકાળીને લઈ શકાય.

હોમિયોપેથી દ્વારા નિવારણ માટે આર્સેનિક આલ્બમિન (આર્સેનિકમ આલ્બમ) લઈ શકાય છે. નોંધપાત્ર વાત એ છે કે, 139 અભ્યાસના આધારે આયુષ મંત્રાલયે કોરોનાની સારવાર માટે આ નવી એડવાઈઝરી જારી કરી છે. આયુષ મંત્રાલયનું માનવું છે કે જો રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો કોરોના સામેની લડાઈ સરળ બની જશે.

તમને જણાવી દઈએ કે આયુષ મંત્રાલયે માસ્કના ઉપયોગ, હાથની યોગ્ય સ્વચ્છતા, શારીરિક અને સામાજિક અંતરનું પાલન, કોવિડ રસીકરણ, સ્વસ્થ આહાર, સારી રોગપ્રતિકારક શક્તિ અને અન્ય આરોગ્ય સંભાળ સાથે સંબંધિત નિયમોનું પાલન કરવાનું પણ કહ્યું છે.

Scroll to Top