GFL કંપનીમાં થયો ભયંકર વિસ્ફોટ, કામદારો દાઝ્યાની આશંકા

ઘોઘંબાના રણજીતનગરમાં આવેલી GFL કંપનીમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે. જેમાં મોટી સંખ્યામાં કામદારો દાઝ્યા હોવાની જાણકારી સામે આવી છે. આ બ્લાસ્ટ ખૂબ જ ભયાનક હતો અને તેનો અવાજ કિલોમીટરો દૂર પણ સાંભળવામાં મળ્યો હતો. જેના લીધે આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે.

આ ઘટનાને લઈને જાણકારી સામે આવી છે કે, આ કંપનીમાં બે બોઇલર ફાટ્યા છે. તેની સાથે જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી છે. આ ઘટનાની વાત કરવામાં આવી તો આ દૂર્ઘટનામાં મોટી જાનહાની થઇ છે. તેમ છતાં આ અંગે હાલ કોઇ અધિકારીક જાણકારી સામે આવી નથી.

જ્યારે પંચમહાલની આ કંપની જીએફએલ ફ્રિઝ અને એસીના ગેસ બનાવતી હોવાનું સામે આવ્યું છે. હાલના સમયે ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવની કામગીરી શરુ કરી દીધી છે.

નોંધનીય છે કે, ઘોઘંબાના રણજિત નગર નજીક જીએફએલ કંપની આવેલી છે. કંપનીના જીપીપી-1 નંબરના પ્લાન્ટમાં વિસ્ફોટ થયો છે. આ કંપનીની વાત કરવામાં આવે તો તેમાં જ્વલનશિલ કેમિકલ બનાવવામાં આવે છે, જેને પગલે બ્લાસ્ટની તીવ્રતા વધુ હતી. કિલોમીટરના વિસ્તાર સુધી આગની જ્વાળાઓ દેખાઈ છેછે. સુરક્ષા માટો જિલ્લા પોલીસ વડાએ મોટો કાફલો કંપની પાસે ગોઠવી દેવામાં આવેલ છે.

Scroll to Top