હવે ગેસ સિલીન્ડર ફાટવાની બીક નહી રહે! લોન્ચ થયું સો ટકા બ્લાસ્ટપ્રૂફ સિલીન્ડ
હવે લાકડાંના બળતણથી ચુલો પેટાવીને રસોઈ કરવાની પરિસ્થિતી ધીમેધીમે ભુતકાળ બની રહી છે. ગેસ સિલીન્ડર, સૂર્ય કૂકર અને ઇલેક્ટ્રીક સગડીઓનો આ જમાનો છે. ભારતમાં વર્તમાન સરકારે રજૂ કરેલી ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’થી આજે છેવાડાના કુટુંબો પણ એલપીજી ગેસ સિલીન્ડરોથી રસોઈ બનાવતા થઈ ગયાં છે.
પણ હજુ પણ જ્યારે ગેસ સિલીન્ડરથી રસોઈ બનાવવાની વાત આવે છે ત્યારે એક પ્રકારની સાવચેતીનો ભાવ તરત જ લોકોના મુખ પર ઉભરાઈ આવે છે. અમુક કિસ્સાઓ પણ સાંભળવામાં આવે છે કે, ગેસ સિલીન્ડર બ્લાસ્ટ થઈ ગયું કે આગ લાગી ગઈ! રસોઈ બનાવવામાં પુષ્કળ અનુકુળતા પ્રદાન કરતા એલપીજી સિલીન્ડરોનું આ એક નાનકડું ઉધાર પાસું કહી શકાય.
પણ હવે સિલીન્ડર ફાટવાની કે આગ લાગવાની ઘટના કદાચ ભુતકાળ થઈ જશે! હા, એક સારા સમાચાર આ ફિલ્ડને રિલેટેડ આવ્યાં છે. વાત જાણે એમ છે કે, ‘ગો ગેસ ઇલાઇટ’ નામનાં એવા સિલીન્ડર બજારમાં આવ્યાં છે જે ૧૦૦% બ્લાસ્ટ-પ્રૂફ છે. આ ગેસના બાટલાઓમાં ભડાકા થવાનો કે આગ લાગવાનો કોઈ ચાન્સ નથી.
‘ગો ગેસ ઇલાઇટ’ના ના સિલીન્ડરો ખરા અર્થમાં કિચન-ફ્રેન્ડલી કહી શકાય એવા છે. એમનાં કેટલાક જમા પાસાં જાણ્યા બાદ તમને પણ તે ઉપયોગી લાગશે:
આ સિલીન્ડર બ્લાસ્ટપ્રૂફ છે એ તો જાણે ખરું જ; પણ એની એક ઓર વિશેષતા એ છે કે, આ ગેસ-બાટલાઓમાંથી અંદર રહેલો ગેસ જોઈ પણ શકાય છે! પારદર્શક લેયરથી આ શક્ય બન્યું છે. આમ થવાથી ગેસ કેટલો બચ્યો છે તે એક નજરમાત્રમાં ખબર પડી જશે.
બીજું, આ સિલીન્ડર લોખંડના ભારેખમ સિલીન્ડરથી વજનમાં તદ્દન હલકાં છે. ઉચ્ચ કક્ષાના ફાઇબરના બનેલા આ સિલીન્ડરની હેરફેર આથી એકદમ આસાન બની જાય છે.
ભારેખમ લોખંડી સિલીન્ડરો કરતા ‘ગો ગેસ ઇલાઇટ’ની કિંમત પણ ખાસ્સી સસ્તી છે.
કોન્ફિડેન્સ ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ ‘ગો ગેસ ઇલાઇટ’ સિલીન્ડરો બે-એક મહિના પહેલા દેશના કેટલાંક રાજ્યોમાં પ્રાયોગિક ધોરણે રિલીઝ કરવામાં આવેલ. બહુ સારી પ્રતિક્રિયા મળતા હવે ભારતભરમાં લોન્ચ કરવામાં આવશે. ૨ કિલોથી લઈને ૨૦ કિલો સુધીની રેન્જમાં આ સિલીન્ડરો મળી શકશે. તમને જાણીને આશ્વર્ય થશે કે, હાલ દેશમાં લગભગ ૨૨ કરોડ લોકો પાસે LPG કનેક્શન છે અને હજુ પણ ૧૫%ના દરે એની માંગ સતત વધવામાં જ છે.
આર્ટીકલ માહિતીપ્રદ લાગે તો આપના મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ!