ટ્રાવેલિંગ અને બોલિવુડ બંનેનું ઘેલું હોય તો આ આર્ટિકલ તમારા માટે જ છે. અમુક જગ્યાઓએ એવી છે જે ટ્રાવેલર્સની જેમ બોલિવુડ સેલેબ્સની પણ ફેવરિટ છે. અહીં તમે કોઈપણ જાતના સિક્યોરિટી ચેક વિના બોલિવુડ સ્ટાર્સને મળી શકો છો. આ જગ્યાઓએ એવી છે જ્યાં બોલિવુડ સ્ટાર્સ અવારનવાર ફરવા જવાનું પસંદ કરે છે. ચેક કરી લો આ સુંદર જગ્યાઓ.
આમિર ખાન, અર્જુન કપૂર, શાહરૂખ ખાન સહિત અનેક બોલિવુડ સ્ટાર્સનું ફેવરિટ શહેર છે લંડન. ઘણા પેરિસ પણ અવારનવાર જતા હોય છે. શાહરૂખ માટે તો લંડન ઘર સમાન છે. જો તમે નસીબદાર હોવ તો તમને લંડનમાં ગમે ત્યાં શાહરૂખ ખાન પણ ભટકાઈ શકે છે.
લક્ઝરી વેકેશનનું બીજું નામ એટલે દુબઈ. ન્યુ યર ઈવ મનાવવા માટે આ શહેર બોલિવુડ સેલેબ્સમાં ફેવરિટ છે. બોલિવુડમાંથી ઘણા બધા સ્ટાર્સના દુબઈમાં હોલિડે હાઉસ પણ છે. આથી દુબઈ ફરતા ફરતા તમને કોઈ બોલિવુડ સ્ટાર જોવા મળે તો નવાઈ નહિ.
સ્વિત્ઝરલેન્ડ પ્રત્યે બોલિવુડ સેલેબ્સને ખાસ લગાવ છે. લાગે છે આ જગ્યાઓએ દર્શાવાતા રોમેન્ટિક સીન્સ બોલિવુડ સેલેબ્સે ખાસ્સા સીરિયસલી લઈ લીધા છે. આખી દુનિયામાંથી લોકો અહીં ખાસ હનિમૂન માટે આવે છે ત્યારે બોલિવુડ સેલેબ્સ પણ પાછા પડે તેમ નથી. ખાસ કરીને સ્વિત્ઝરલેન્ડના ગસ્તાદમાં તમને કરીના કપૂર જેવા અનેક સેલેબ્સ જોવા મળશે.
ઈન્ડિયામાં જેમ મુંબઈ છે તેમ અમેરિકામાં ન્યુ યોર્ક છે. ત્યાં તમને ઢગલાબંધ બોલિવુડ સેલેબ્સ જોવા મળશે. કરણ જોહર, સોનમ કપૂર, અર્જુન કપૂર સહિતના અનેક સ્ટાર્સ તમને ન્યુ યોર્કની સ્ટ્રીટ્સ પર બિન્દાસ ફરતા જોવા મળશે.
અનુષ્કા અને વિરાટની આ ફેવરિટ જગ્યા છે. અહીં ગંગા નદીના કિનારે મન શાંત કરવા અનેક બોલિવુડ સેલેબ્સ આવે છે. ઋષિકેશ આખી દુનિયાનું યોગ કેપિટલ પણ છે. ઘણા બોલિવુડ સેલેબ્સ પોતાના બર્થ ડે આ પવિત્ર નગરીમાં ઉજવવાનું પસંદ કરે છે.